શોધખોળ કરો
Advertisement
રક્ષામંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં લીધી મુલાકાત
નવી દિલ્લી: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની શુક્રવારે પાકિસ્તાનથી સ્વદેશ વાપસી થઇ છે. અભિનંદન અટારી વાઘા-બોર્ડરથી મોડી રાતે દિલ્લી પહોંચ્યા હતા જ્યાં તેનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું. પાકિસ્તાનથી તેની વાપસી પર દેશમાં લોકોએ ખુશી વ્યક્ત કરી છે. એવામાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પણ અભિનંદનની મુલાકાત લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. વાયુ સેનાના અધિકારીઓએ પણ સેના હોસ્પિટલમાં અભિનંદનની મુલાકાત લીધી.
વાયુસેનાના અધિકારીઓ અનુસાર, આ પહેલા વિંગ કમાન્ડર અભિનંદનને આજે સવારે વાયુસાને પ્રમુખ બીએસ ધનોઆ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અભિનંદને તેમને પાકિસ્તાનમાં વિતાવેલા પોતાના બે દિવસ અંગે જાણકારી આપી. હાલમાં વિંગ કમાન્ડર વાયુસેના અધિકારીઓના મેસમાં રહેશે.Delhi: Defence Minister Nirmala Sitharaman met Wing Commander Abhinandan Varthman in a hospital today. pic.twitter.com/fnli7ZQTlH
— ANI (@ANI) March 2, 2019
હાલમાં દિલ્હીમાં છે વિંગ કમાન્ડર અભિનંદ, જાણો હવે તેની સાથે આગળ શું થશે.... ભારત પહોંચ્યા વિંગ કમાન્ડર અભિનંદન, વાઘા બોર્ડર પર જોરદાર સ્વાગત ઉલ્લેખનીય છે કે પુલાવામા હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને એર સ્ટ્રાઈક કરીને જૈશના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારપછી પાકિસ્તાને પણ એ સ્ટ્રાઈકનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમને ખદેડી મૂક્યાં હતા. આ દરમિયાન ભારતનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરમાં સુરક્ષીત ઉતરી ગયા હતા. ત્યારપછી પાકિસ્તાન આર્મીએ તેમને બંધક બનાવી દીધા હતા.According to IAF officials, Wing Commander Abhinandan Varthaman (in file pic) met IAF Chief BS Dhanoa today morning and explained his detention in Pakistan. The Wing Commander will stay at Air Force Officer's Mess. pic.twitter.com/zMlfpKokff
— ANI (@ANI) March 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement