Delhi Murder : સાક્ષીની મિત્ર આરતીએ સાહિલને લઈ કર્યા સનસની ખુલાસા
આ મામલામાં હવે મૃતક યુવતી સાક્ષીની મિત્ર આરતી મીડિયા સામે આવી છે અને તેણે સાહિલને લઈને અનેક ખુલાસા કર્યા છે.
Victim Sakshi's Friend Aarti : નોર્થ-આઉટર દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શાહબાદ ડેરી ક્લસ્ટરમાં 16 વર્ષની સાક્ષીની ઘાતકી હત્યામાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. 20 વર્ષીય સાહિલે 16 વર્ષની સાક્ષીની નિર્દયતાથી હત્યા કરી હતી અને તેના પર માત્ર 15 જ સેકન્ડમાં એક પછી એક એમ ચપ્પાના 20 ઘા ઝીંક્યા હતાં અને એટલુ પણ ઓછું હોય તેમ ભારેખમ પથ્થરના એક પછી એક અનેક વાર ઝીંકીને સાક્ષીનું માથુ જ છુંદી નાખ્યું હતું. આ મામલામાં હવે મૃતક યુવતી સાક્ષીની મિત્ર આરતી મીડિયા સામે આવી છે અને તેણે સાહિલને લઈને અનેક ખુલાસા કર્યા છે.
બીજી તરફ, જ્યારે દિલ્હી પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી ત્યારે તેના હાથમાં લાલ કલવો (હાથના કાંડે લાલ રંગનો દોરો) બાંધેલો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હી પોલીસ હવે આ મામલાની તપાસ કરી શકે છે કે, કાલવને હાથમાં બાંધવાનું કારણ શું હતું? દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસની દરેક એંગલથી તપાસ કરવામાં આવશે. લવ જેહાદના એંગલથી પણ તપાસ થશે. આરોપી સાહિલના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, મૃતક તેના પરિવારથી અલગ તેની મિત્ર નીતુ સાથે રહેતી હતી.
સાક્ષીની મિત્ર આરતીએ જણાવ્યું હતું કે, તે તેને મળવા અહીં આવી હતી. આરતીએ કહ્યું હતું કે, તે સાહિલને હિન્દુ યુવક તરીકે જ ઓળખે છે. આરતીએ જણાવ્યું હતું કે, સાક્ષી ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ લગભગ 15 મિનિટ સુધી ક્રાઈમ લોકેશન પર પડી રહી. જો તેને યોગ્ય સમયે બચાવી લેવામાં આવી હોત તો તેનો જીવ બચી ગયો હોત. આરોપી સાહિલનું ઘર ગુનાના સ્થળથી લગભગ 10 મિનિટના અંતરે છે. બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવું છે કે, હત્યા કર્યા બાદ આરોપી બુલંદશહેરમાં તેની માસીના ઘરે ભાગી ગયો હતો. પિતાના ઈશારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી.
શાહબાદ ડેરી વિસ્તારમાં બાળકીની ઘૃણાસ્પદ રીતે હત્યા કરવામાં આવી હતી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજ એટલું ભયાનક છે કે, ભલભલાના હૃદય કાંપી ઉઠે. સાહિલ (20) નામનો યુવક લોહીથી લથપથ હતો. તેણે છરીઓ સાથે 16 વર્ષની સાક્ષીને રહેંસી નાખી હતી. એક વાર તો એવો હતો કે, તે શરીરમાં અંદર ઘુસી ગયો હતો અને છરી સાથે આખું શરીર ખેંચાઈ ગયું હતું. તે સમયે સાંકડી શેરીમાં ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા પરંતુ એક પણ વ્યક્તિએ નરાધમને અટકાવ્યો નહોતો. 20થી વધુ વખત છરા માર્યા પછી પણ જાણે સાહિલ સંતુષ્ટ નહોતો થયો. તેણે એક પથ્થર ઉપાડ્યો અને માથાના ભાગે હુમલો કરવા લાગ્યો હતો. માત્ર ગણતરીની મિનિટમાં આ ઘટનાને અંજામ આપી સાહિલ ત્યાંથી ભાગી ગયો હતો.
જોકે થોડીવાર પછી પાછો આવ્યો હતો અને એક મોટો પથ્થર ઉપાડીને સાક્ષીના નિર્જીવ શરીર પર મારવા લાગ્યો હતો. આ એક એવી ભયાનક ઘટના છે કે, જેના ફૂટેજ જોઈને લોકો ધ્રૂજી જાય છે. પોલીસે સાહિલની ધરપકડ કરી લીધી છે. મૃતક યુવતી અહીં શાહબાદ ડેરીના ઇ બ્લોકમાં રહેતી હતી. તે તેના મિત્ર સાથે જન્મદિવસની પાર્ટીમાં જવાની હતી. મૃતક તેના જ મિત્રને ફોન કરવા તેના ઘરે આવી હતી. તે ઘરની બહાર રાહ જોતી ઊભી હતી. એટલામાં સાહિલ ત્યાં આવી પહોંચ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર બંને રિલેશનશિપમાં હતા. સ્થળ પર કોઈ વાતને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન અચાનક જ સાહિલે છરી કાઢીને યુવતી પર હુમલો કર્યો હતો. વીડિયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે સમગ્ર ઘટના દરમિયાન ઘણા લોકો ત્યાંથી પસાર થયા હતા પરંતુ કોઈએ બાળકીને બચાવવાની હિંમત દાખવી ન હતી.
પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સાક્ષીના સંબંધીઓને સોંપ્યો હતો. 20 વર્ષનો સાહિલ વ્યવસાયે એસી મિકેનિક છે. સાહિલ અને સાક્ષી પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા.