Delhi weekend curfew : દિલ્હીમાં લોકડાઉન જેવો કરફ્યુ લદાયો, સરકારી ઓફિસોમાં પણ રજા, ખાનગી કંપનીઓમાં 50 ટકા સ્ટાફ........
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, DDMAએ કોવિડના વધારાને રોકવા માટે દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે કેટલાય રાજ્યોએ ફરી એકવાર નિયંત્રણ લાગું કરી દીધા છે. ત્યારે દિલ્લી સરકારે પણ વીકેન્ડ કર્ફ્યૂ લગાવી દીધું છે. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, DDMAએ કોવિડના વધારાને રોકવા માટે દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકો સિવાયના તમામ સરકારી અધિકારીઓ ઘરેથી કામ કરશે. ખાનગી ઓફિસોના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
DDMA has decided to impose a curfew in Delhi on Saturdays and Sundays to curb COVID surge. All govt officials except for those engaged in essential services will work from home. 50% workforce of private offices will work from home: Delhi Deputy CM Manish Sisodia https://t.co/AhRHujg6BF pic.twitter.com/PM47VVE5kG
— ANI (@ANI) January 4, 2022
કોરોનાએ કાળો કેર વર્તાવતાં વધુ એક રાજ્યમાં લાગ્યું નાઇટ કર્યું, બીજા શું લાગ્યા નિયંત્રણ
પંજાબઃ સમગ્ર દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે એક પછી એક રાજ્ય દ્વારા નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે. હવે પંજાબમાં પણ કોરોના નિયંત્રણ લગાવી દેવામાં આવ્યા છે. પંજાબ સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે બાર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, સ્પામાં 50 ટકાની કેપિસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તમામ સ્ટાફ ફૂલી વેક્સિનેટ રાખવો પડસે. આ ઉપરાંત જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે પંજાબમાં સરકારી ઓફિસોમાં પ્રવેશ ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી બનાવી દેવામાં આવ્યા છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે. દેશમાં ઓમિક્રોનના કુલ 1892 કેસ નોંધાયા. જેમાંથી 766 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 631 , સુરત કોર્પોરેશનમાં 213, વડોદરા કોર્પોરેશનમાં 68 , રાજકોટ કોર્પોરેશનમાં વલસાડ 40, રાજકોટ કોર્પોરેશનમાં 37, આણંદ 29, ખેડા 24, રાજકોટ 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 17, ભરુચ 16, નવસારી 16, અમદાવાદ 13, મહેસાણા 12, મોરબી 12, સુરત 12, કચ્છ 11, ગાંધીનગર 10, જામનગર 9, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 7, મહીસાગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી 3, સુરેન્દ્રનગર 3, તાપી 3, દેવભૂમિ દ્વારકા 2, અરવલ્લી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, દાહોદ 1, જૂનાગઢ 1 અને પોરબંદરમાં 1 નવો કેસ નોંધાયો છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 5858 કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 5842 નાગરિકો સ્ટેબલ છે. 8,19,047 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10123 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
આજે નવસારી 1 અને જામનગર કોર્પોરેશનમાં 2 મોત થયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 28 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 334 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6641 લોકોને પ્રથમ અને 28719 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 138174 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 78272 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 7,46,485 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,04,35,373 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, જૂનાગઢ કોર્પોરેશન, નર્મદા, પંચમહાલ, પાટણમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.