શોધખોળ કરો
Advertisement
જ્યોતિરાદિત્ય સિંધિયા પર દિગ્વિજય સિંહનું ટ્વિટ કહ્યું- 'મહારાજ' પાસે ....
સિંધિયા ભાજપમાં જોડાયા બાદ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પ્રથમ વખત ટ્વિટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભોપાલ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે અંતે જ્યોતિરાદિત્ય સિંધિયા પર ટ્વિટ કર્યું છે. સિંધિયા ભાજપમાં જોડાયા બાદ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પ્રથમ વખત ટ્વિટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે.
દિગ્વિજય સિંહે ટ્વિટ કરતા લખ્યું, મહારાજ પાસેથી આ પ્રકારના કપટની અપેક્ષા નહોતી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવા અંગે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. દિગ્વિજયસિંહે ટ્વિટર પર લખ્યું, મહારાજ પાસેથી આ પ્રકારના દગાની અપેક્ષા નહોતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભા બેઠક અને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે દગો કર્યો છે.
દિગ્વિજય સિંહે આગળ લખ્યું, પરંતુ કેટલાક લોકો માટે સત્તાની ભૂખ વધારે જરૂરી છે, વિશ્વસનીયતા અને વિચારધારા કે જે એક સ્વસ્થ લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે.
18 વર્ષ સુધી કૉંગ્રેસ પાર્ટીમાં રહ્યા બાદ રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને થોડા કલાકોમાં જ મધ્યપ્રદેશથી રાજ્યસભાની ટિકિટ મળી હતી. ભાજપ અધ્યક્ષની હાજરીમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કર્યા બાદ સિંધિયાએ કહ્યું, કૉંગ્રેસ પાર્ટી બદલી ગઈ છે અને હવે તેના માધ્ચમથી જનસેવા સંભવ નથી. સિંધિયાના કૉંગ્રેસ છોડ્યા બાદ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે કારણ કે સિંધિયાની નજીકના 22 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion