Video: DMK સાંસદની જીભ લપસી! કહ્યું, યુપી-બિહારના લોકો તમિલનાડુમાં શૌચાલય સાફ કરે છે
DMK Dayanidhi Maran: તમિલનાડુમાં સત્તારૂઢ ડીએમકેના નેતાએ ફરી એકવાર હિન્દી ભાષી લોકો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ડીએમકે સાંસદ દયાનિધિ મારને કહ્યું કે, યુપી/બિહારમાંથી હિન્દી ભાષી લોકો તમિલનાડુમાં આવે છે અને રસ્તાઓ અને શૌચાલય સાફ કરે છે.
DMK Dayanidhi Maran: તમિલનાડુમાં સત્તારૂઢ ડીએમકેના નેતાએ ફરી એકવાર હિન્દી ભાષી લોકો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ડીએમકે સાંસદ દયાનિધિ મારને કહ્યું કે, યુપી/બિહારમાંથી હિન્દી ભાષી લોકો તમિલનાડુમાં આવે છે અને રસ્તાઓ અને શૌચાલય સાફ કરે છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે બિહાર અને યુપીના હિન્દી ભાષી લોકો વિશે તમિલ ભાષામાં આ ટિપ્પણીઓ કરી રહ્યા છે. DMK સાંસદ દયાનિધિ મારનનો એક જાહેર સભાને સંબોધિત કરવાનો આ વીડિયો હવે વિવાદમાં ઘેરાયો છે.
DMK leader and MP @Dayanidhi_Maran calls Hindi speaking people toilet cleaners.
There's no meaning of condemning their bigotry as they've become shameless but I'm eager to know the opinion of @NitishKumar & @RahulGandhi on it!
Do they agree with their alliance partner? pic.twitter.com/ugoT5N2RST — Politicspedia (@Politicspedia23) December 23, 2023
કેન્દ્રીય મંત્રી અને બિહારના બેગુસરાયના બીજેપી સાંસદ ગિરિરાજ સિંહે ડીએમકે સાંસદ દયાનિધિ મારનની આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પર દયાનિધિ મારનનો વીડિયો શેર કરતી વખતે તેણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઘેર્યા છે. ગિરિરાજે કહ્યું, શું બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને લાલુ યાદવ હિન્દી ભાષી લોકો પર તેમના ગઠબંધન ભાગીદારના અભિપ્રાય સાથે સહમત છે? તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે DMK અને I.N.D.I ગઠબંધન હિન્દી ભાષી બિહારી ભાઈ-બહેનોને આટલો નફરત કેમ કરે છે?
डीएमके सांसद दयानिधि मारन का कहना है कि यूपी/बिहार के हिंदी भाषी लोग तमिलनाडु आते हैं और सड़कें और शौचालय साफ करते हैं।
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) December 23, 2023
क्या बिहार के मुख्यमंत्री नीतीश कुमार और लालू यादव हिंदी भाषी लोगों पर अपने गठबंधन सहयोगी की राय से सहमत हैं? उन्हें स्पष्ट करना चाहिए कि DMK और I.N.D.I गठबंधन… pic.twitter.com/yFRCYK7fXi
વાસ્તવમાં સીએમ નીતીશની પહેલ પર બનેલા ભારત ગઠબંધનમાં ડીએમકે પણ સામેલ છે. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ તમિલનાડુમાં ડીએમકે દ્વારા આયોજિત કાર્યક્રમોમાં અનેક પ્રસંગોએ ભાગ લીધો છે. આ બધાની વચ્ચે, આ વીડિયોમાં યુપી/બિહારના હિન્દીભાષી લોકો પર દયાનિધિ મારનની ટિપ્પણીને હિન્દી ભાષી લોકો પ્રત્યેના તેમના પૂર્વગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. હવે ગિરિરાજ સિંહે આ અંગે નીતિશ કુમારને આકરા સવાલો કર્યા છે.
તમને જણવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં, તમિલનાડુના ધર્મપુરીના DMK સાંસદ સેન્થિલ કુમારે ભારતના ઉત્તર ભાગમાં હિન્દીભાષી રાજ્યોની મજાક ઉડાવવા માટે 'ગૌમુત્ર' શબ્દનો પ્રયોગ કર્યો હતો. 'જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2023' પર સંસદને સંબોધિત કરતી વખતે, DMK નેતાએ હિન્દી બેલ્ટના રાજ્યોને "ગૌમૂત્ર રાજ્યો" તરીકે સંબોધ્યા હતા.