શોધખોળ કરો
Advertisement
દિલ્લી બોર્ડર પર ટ્રેકટર રેલીમાં ઘર્ષણ, પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી, કેટલાક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત
નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૂ કરી હતી, જો કે રેલી દરમિયાન ખેડૂતો બેરિકેડ તોડીને પ્રતિબંધ વિસ્તારમાં ઘૂસી જતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે.
ટ્રેકટર રેલી:ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઇ રહયું છેખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડવાની શરૂઆત કરી દેતા પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી. . ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોક્યા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
ખેડૂતોની ટ્રેક્ટર રેલી માર્ચ મકરબા ચોકથી કંઝાવલા જવાની હતી. પરંતુ છેલ્લી ઘડીએ ખેડૂતોએ પોતાનો રૂટ બદલતા સંઘર્ષ થયો હતો. . તેઓ આઉટર રિંગ રોડ તરફ આગળ વધતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ખેડૂત અન પોલીસના સંઘર્ષમાં અનેક પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી છે. તો કેટલાક વાહનોને પણ નુકસાન પહોચ્યું છે.
ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પન્નુએ કહ્યું કે, અમે દિલ્હી પોલીસના રૂટ પર નહીં પરંતુ પોતાના રૂટ પર રેલી કાઢીશું, ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી રહી છે. આ સાથે જ ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે. ગણતંત્ર દિવસના અવસરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ખેડૂતોને રોકવા માટે દરેક શક્ય કોશિશ કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement