Election Commission: ચૂંટણી પંચે બનાવ્યુ રિમૉટ વૉટિંગ મશીન, ક્યાંયથી પણ આપી શકશો મત
ચૂંટણી પંચ આના માટે રિમૉટ મતદાન સિસ્ટમને શરૂ કરવાનું છે, પંચે આના માટે પ્રૉટોટાઇપ મલ્ટી કન્ટીટ્યૂએન્સી રિમૉટ ઇલેક્ટ્રૉનિકસ વૉટિંગ મશીન (RVM) ડેવલપ કર્યુ છે
Election Commission: ભારતીય ચૂંટણી પંચ (Election Comission) ઘરેલુ પ્રવાસી મતદારો માટે રિમૉટ વૉટિંગ (Remote Voting)ની સુવિધા શરૂ કરવા જઇ રહ્યું છે. આની મદદથી પ્રવાસી મતદારોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પોતાના ગૃહ રાજ્યમાં આવવાની જરૂર નહીં પડે. મતદારો ક્યાંયથી પણ મતદાન કરી શકશે.
ચૂંટણી પંચ આના માટે રિમૉટ મતદાન સિસ્ટમને શરૂ કરવાનું છે, પંચે આના માટે પ્રૉટોટાઇપ મલ્ટી કન્ટીટ્યૂએન્સી રિમૉટ ઇલેક્ટ્રૉનિકસ વૉટિંગ મશીન (RVM) ડેવલપ કર્યુ છે. 16 જાન્યુઆરીએ ચૂંટણી પંચ પ્રૉટોટાઇપ આરવીએમનો ડેમો તમામ રાજકીય પક્ષોને લાઇવ આપશે. ચૂંટણી પંચ કાયદેસરની, વહીવટી અને ટેકનિકલી પડકારોને અંગે પણ તમામ રાજકીય પક્ષો પાસેથી વિચાર માંગ્યો છે. બતાવવામાં આવ્યુ છે કે આરવીએમ એક રિમૉટ પૉલિંગ બૂથમાંથી કેટલાય ચૂંટણી પંચના ક્ષેત્રોને સંભાળી શકે છે.
Election Commission of India (ECI) develops prototype Multi-Constituency Remote Electronic Voting Machine (RVM) which can handle multiple constituencies from a single remote polling booth. So, migrant voters need not travel back to their home states to vote: ECI pic.twitter.com/KixvzEEzmq
— ANI (@ANI) December 29, 2022
ચૂંટણી પંચે શું કહ્યું -
ચૂંટણી પંચે કહ્યું કે, આ રિમૉટ વૉટિંગ સિસ્ટમનુ અસલ હેતુ પરસેન્ટેજમાં સુધારો અને ચૂંટણીમાં વધુમાં વધુ ભાગીદારીને નક્કી કરવાની દિશામાં છે. ચૂંટણી પંચે કહ્યું કે, વર્ષ 2019માં ચૂંટણીમાં 67.4 ટકા મતદાન થયુ હતુ, મતદાન પ્રક્રિયામાં લગભગ 30 કરોડ મતદારોએ મતદાન કર્યુ, આને લઇને ચૂંટણી પંચે ચિંતા વ્યક્તિ કરી હતી. પંચે કહ્યું કે ઘણાબધા કારણોસર મતદારો પોતાના ગૃહ રાજ્યનો છોડીને અન્ય જગ્યાએ જાય છે, આવામાં તે પોતાના મતદાન અધિકારનો ઉપયોગથી વંચિત રહી જાય છે, તેનો યોગ્ય ઉપયોગ નથી થઇ શકતો.
MP Elections: મધ્યપ્રદેશમાં પણ BJP ગુજરાતવાળી કરી શકે છે, આવતા વર્ષે યોજાશે વિધાનસભાની ચૂંટણી
BJP Madhya Pradesh Election Plan: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપ (BJP) ગુજરાતની વ્યૂહરચના લાગુ કરી શકે છે. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર, ભાજપ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં સત્તા વિરોધી લહેરનો અંત લાવવા, નેતાઓ વચ્ચેના મતભેદોને ઉકેલવા અને મતદારોની નવી પેઢી સાથે જોડાણ વધારવા માટે વ્યાપક વ્યૂહરચના બનાવી રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ નવી મંત્રી પરિષદ લાવવામાં આવશે તેવી અટકળો વચ્ચે ભાજપના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પાર્ટીએ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા માટે પાર્ટી 40 થી 45 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે.