શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વાયુસેનાની તાકાત વધી, IAFમાં સામેલ થયા સૌથી શક્તિશાળી 8 'અપાચે ફાઇટર હેલિકૉપ્ટર'
‘અપાચે એએચ-64ઇ’ હેલિકૉપ્ટર દુનિયાના સૌથી આધુનિક અને ઉન્નત હેલિકૉપ્ટર છે અને અમેરિકન સેના આનો ઉપયોગ કરી રહી છે
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના- ઇન્ડિયન એરફોર્સમાં આજે લડાકૂ ક્ષમતામાં વધારો થયો છે, અમેરિકા નિર્મિત 8 ‘અપાચે એએચ-64ઇ’ લડાકૂ હેલિકૉપ્ટર આજે વાયુસેનામાં સામેલ થયા છે, આ હેલિકૉપ્ટર એકસાથે 128 ટાર્ગેટ તાકી શકે છે. એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ પઠાણકોટ એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત થનારા આ સમારોહના મુખ્ય અતિથિ બન્યા હતા.
‘અપાચે એએચ-64ઇ’ હેલિકૉપ્ટર દુનિયાના સૌથી આધુનિક અને ઉન્નત હેલિકૉપ્ટર છે અને અમેરિકન સેના આનો ઉપયોગ કરી રહી છે. આઠ અપાચે હેલિકૉપ્ટર એરફોર્સમાં સામેલ થયા છે જે સેનાની લડાકૂ ક્ષમતાને વધારશે.
એરફોર્સે અપાચે હેલિકૉપ્ટર માટે અમેરિકન સરકાર અને બૉઇંગ લિમીટેડની સાથે સપ્ટેમ્બર 2015માં કેટલાય અબજ ડૉલરનો કરાર કર્યો હતો. આ અંતર્ગત બૉઇંગે 27 જુલાઇએ 22 હેલિકૉપ્ટરમાંના પહેલા ચાર હેલિકૉપ્ટર આપ્યા હતા. આ કરાર થયાના લગભગ ચાર વર્ષ બાદ ‘હિંડન એરબેઝ’માં ભારતીય વાયુસેનાને અપાચે હેલિકૉપ્ટરોની પહેલી બેચની ડિલીવરી કરવામાં આવી હતી.
#Punjab: IAF Chief BS Dhanoa arrives at the Pathankot Air Base where Apache helicopter of the Indian Air Force are to be inducted into IAF today. pic.twitter.com/U6GrwjuKCO
— ANI (@ANI) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion