શોધખોળ કરો
યોગ્ય સમયે જ લોકસભાની ચૂંટણી યોજાશેઃ ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ દેશ લોકસભાની ચૂંટણીની રાહ જોઇ રહ્યો છે, ત્યારે ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે ચૂંટણી નક્કી સમયે જ યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનરને જ્યારે ભારત અને પાકિસ્તાન તનાવની વચ્ચે ચૂંટણી કાર્યક્રમ વિશે પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું, ''ચૂંટણી સમય જ યોજાશે.'' જાણકારી અનુસાર, ચૂંટણી પંચે માર્ચના પહેલા અઠવાડિયામાં તારીખોની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલની લોકસભાનો કાર્યકાળ આગામી ત્રણ જૂને પુરો થશે, આને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ ચૂંટણી કયા મહિનામાં અને કેટલા તબક્કામાં કરાવવાની છે, આ નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 2014માં 5 માર્ચે 9 તબક્કામાં ચૂંટણી યોજાવવાની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લી ત્રણ ટર્મથી લોકસભાની ચૂંટણી એપ્રિલથી મેના બીજા અઠવાડિયામાં યોજવામાં આવી છે.
વધુ વાંચો





















