શોધખોળ કરો
Advertisement
ભાજપની હાલત ખરાબ છે માટે બસપાનો રિજેક્ટેડ માલ લઈ રહી છે: માયાવતી
નવી દિલ્લી: બસપા પ્રમુખ માયાવતીએ આજમગઢમાં રવિવારે એક ચૂંટણી રેલીમાં આગામી યૂપી ચૂંટણીમાં બસપાને પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
તેમને કહ્યું કે, યૂપી ચૂંટણીમાં બસપાને પૂર્ણ બહુમતી મેળવવામાં કોઈ રોકી શકે તેમ નથી. તેમને મોદી સરકાર અને ભાજપા પર નિશાન સાંધતા કહ્યું કે યૂપીમાં ભાજપાની હાલત એટલી ખરાબ છે કે હવે તે બસપાનો રિજેક્ટેડ માલને પણ કોઈ તપાસ કર્યા વિના લેવા માટે તૈયાર છે.
માયાવતીએ કહ્યું કે મોદી સરકારે અચ્છે દિનનો જે વાયદો કર્યો હતો, તે ખરાબ દિવસમાં બદલાઈ ગયો છે. મોંઘવારી વધી ગઈ છે. સત્તામાં આવ્યા પહેલા ભાજપાએ જે વાયદા કર્યા હતા, તેને પુરા કરવામાં અસફળ રહી છે.
ટિકિટ વેચવાના આરોપોને નકારતા બસપા પ્રમુખે કહ્યું કે, આવા આરોપોથી પાર્ટીની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્વામી પ્રસાદ મૌર્યા સહિત બસપાના અમુક નેતા ગત દિવસોમાં ભાજપામાં સામેલ થયા છે. તે લોકોએ જ માયાવતી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement