શોધખોળ કરો

Punjab Exit Poll 2022: પંજાબ વિધાનસભા ચૂંટણીનો ABP C-voterનો એક્ઝિટ પોલ જાહેર, જાણો કોણ બનાવી રહ્યુ છે સરકાર

પંજાબ વિધાનસભાની કુલ 117 સીટો પર મતદાન 20 ફેબ્રુઆરીએ પુર્ણ થયું હતું. આ વખતે ભાજપ, કોંગ્રેસ, શિરોમણી અકાલી દલ, આમ આદમી પાર્ટી, પંજાબ લોક કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર જામી હતી.

પંજાબ વિધાનસભાની કુલ 117 સીટો પર મતદાન 20 ફેબ્રુઆરીએ પુર્ણ થયું હતું. આ વખતે ભાજપ, કોંગ્રેસ, શિરોમણી અકાલી દલ, આમ આદમી પાર્ટી, પંજાબ લોક કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર જામી હતી. આ ચૂંટણીનું પરીણામ આગામી 10 માર્ચના રોજ જાહેર થવાનું છે. આ ચૂંટણી પરીણામ આવે તે પહેલાં ABP C-Voterએ મતદારોના પ્રતિભાવો જાણ્યા હતા અને સર્વે કર્યો હતો. જેનો એક્ઝીટ પોલ અને ઓપિનીયન પોલ આજે જાહેર થયો છે જેમાં અનુમાન લગાવામાં આવ્યુ છે કે, પંજાબમાં કોણ સરકાર બનાવી રહ્યું છે.

કોની બનશે સરકારઃ

પંજાબમાં 117 સીટો પર થયેલા ABP C-Voterના સર્વેમાં આમ આદમી પાર્ટી બધાને પછાડીને આગળ નીકળતી દેખાઈ રહી છે. કુલ વોટીંગ શેરનાં આંકડા જોઈએ તો કોંગ્રેસ ઓપિનીયન પોલમાં 30 ટકા અને એક્ઝીટ પોલમાં 26.7 ટકા વોટ મેળવ્યા છે. જ્યારે ભાજપ અને તેની સાથી પાર્ટીઓ ઓપિનીયન પોલમાં ફક્ત 8 ટકા અને એક્ઝીટ પોલમાં 9.6 ટકા વોટ મેળવ્યા છે. આમ આદમી પાર્ટી એક્ઝીટ પોલમાં 39.1 અને ઓપિનીયન પોલમાં 39.8 ટકા વોટ શેર મેળ્યા છે. જ્યારે શિરોમણી અકાલી દળ અને તેની સાથી પાર્ટીઓ ઓપિનીયન પોલમાં 20.2 ટકા અને એક્ઝીટ પોલમાં 20.7 ટકા વોટ મેળવ્યા છે. અને અન્યને ઓપિનીયન પોલમાં 2 ટકા વોટ શેર અને એક્ઝીટ પોલમાં 3.8 ટકા વોટ શેર મેળવ્યા છે.

Con - 26.7% વોટ શેર
SAD+ - 20.7% વોટ શેર
AAP - 39.1% વોટ શેર
BJP+ - 9.6% વોટ શેર
Others - 3.8% વોટ શેર

કોને કેટલી સીટોઃ

2022ના ચૂંટણી પરીણામ સીટ પ્રમાણે કેટલા હશે તેના વિશે ABP C-Voterના સર્વેમાં મળેલી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવી શકે છે. આમ આદમી પાર્ટી ઓપિનીયન પોલમાં 55થી 63 સીટો અને એક્ઝીટ પોલમાં 51થી 61 સીટો મેળવશે. જ્યારે હાલ સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીને ઓપિનીયન પોલમાં 24 થી 30 સીટો અને એક્ઝીટ પોલમાં 22 થી 28 સીટો મળશે. ભાજપ અને તેની સાથી પાર્ટીને ઓપિનીયન પોલમાં 3 થી 11 સીટો અને એક્ઝીટ પોલમાં 7 થી 13 સીટો મળતી દેખાય છે. શિરોમણી અકાલી દળ અને તેની સાથી પાર્ટીઓ ઓપિનીયન પોલમાં 20 થી 26 સીટો અને એક્ઝીટ પોલમાં પણ 20 થી 26 સીટો મેળવશે. અન્ય પક્ષ (અપક્ષ)ને ઓપિનીયન પોલમાં 0 થી 2 સીટ અને એક્ઝીટ પોલમાં 1 થી 5 સીટો મળી શકે છે. 

Con - 22 થી 28 સીટો
SAD+ - 20 થી 26 સીટો
AAP - 51 થી 61 સીટો
BJP+ - 7 થી 13 સીટો
Others - 1 થી 5 સીટો

વર્ષ 2017માં આવેલા પરીણામ પર નજર કરીએ તો, કોંગ્રેસ પાર્ટીએ 38.5 ટકાના વોટ શેર સાથે 77 સીટો પર જીત મેળવીને સરકાર બનાવી હતી. જ્યારે શિરોમણી અકાલી દળ 25.2 ટકાનો વોટ શેર મેળવીને 15 સીટો પર સમેટાઈ ગઈ હતી. 2022માં જીતી રહેલી આમ આદમી પાર્ટી 2017ની વિધાનસભા ચૂંટણીમાં 20 સીટો પર જીતી હતી અને 23.7 ટકા વોટ શેર મેળવ્યો હતો. જ્યારે ભાજપે 5.4 ટકા વોટ શેર સાથે 3 સીટો પર જીત મેળવી હતી અને અન્યએ 7.2 ટકા વોટ શેર સાથે 2 સીટો જીતી હતી. 

વિસ્તાર પ્રમાણે સીટોઃ

પંજાબના ત્રણ વિસ્તારો દોઆબા, માંઝા અને માલવા વિસ્તારમાં આવેલી વિધાનસભા સીટોના વિસ્તાર પ્રમાણેના આંકડા જોઈએ તો, દોઆબામાં 23 સીટો, માંઝામાં 25 સીટો અને માલવામાં 69 વિધાનસભા સીટો આવેલી છે. આ ત્રણેય વિસ્તારમાં થયેલ સર્વે પ્રમાણે

આમ આદમી પાર્ટીને માલવા વિસ્તારમાં 43 સીટો, માંઝા વિસ્તારમાં 6 સીટો અને દોઆબા વિસ્તારમાં 7 સીટો મળશે. આમ આદમી પાર્ટી કુલ 56 સીટો પર જીત મેળવી શકે છે. 

અન્ય પાર્ટીઓની વાત કરીએ તો શિરોમણી અકાલી દલ અને તેની સાથી પાર્ટીઓ માલવામાં 10, માંઝામાં 8 અને દોઆબામાં 5 સીટો એમ કુલ 23 સીટો જીતી શકે છે. 

કોંગ્રેસ માલવામાં 11, માંઝામાં 7 અને દોઆબામાં 7 સીટો જીતી શકે છે અને કુલ 25 સીટો જીતી શકે છે.

ભાજપ અને તેની સાથી પાર્ટીઓ માલવામાં 3, માંઝામાં 4 અને દોઆબામાં 3 સીટો જીતી શકે છે. આમ કુલ 10 સીટો જીતી શકે છે. 

અન્ય પક્ષો અને અપક્ષ માલવામાં 2, માંઝામાં 0 અને દોઆબામાં 1 સીટ જીતીને કુલ 3 સીટો પર જીત મેળવી શકે છે. 

ABP C-voter નો એક્ઝિટ પોલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Swaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપAhmedabad Police | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કેનાલમાં ઝંપલાવીને કરી લીધો આપઘાતSurat News | સુરતમાં તલાટી 40 હજારની લાંચ લેતા ઝડપાયો, જુઓ અહેવાલGujarat Rain Effect | ગુજરાતમાં 2 દિવસ પડેલા મીની વાવાઝોડાથી ખેડૂતો પાયમાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget