Terror Suspects Arrested: પાકિસ્તાનમાં રચવામાં આવ્યું કાવતરુ, હરિયાણાના કરનાલમાંથી ચાર આતંકીઓની ધરપકડ
દેશમાં મોટા આતંકી હુમલાના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આતંકીઓ પંજાબથી દિલ્લી તરફ આવી રહ્યા હતાં ત્યારે હરિયાણાના કરનાલ નજીકથી કરનાલ પોલીસે ત્રણથી ચાર શંકાસ્પદ આતંકીઓને ઝડપી લીધા હતા.
નવી દિલ્હીઃ દેશમાં મોટા આતંકી હુમલાના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આતંકીઓ પંજાબથી દિલ્લી તરફ આવી રહ્યા હતાં ત્યારે હરિયાણાના કરનાલ નજીકથી કરનાલ પોલીસે ત્રણથી ચાર શંકાસ્પદ આતંકીઓને ઝડપી લીધા હતા. આતંકીઓ ઈનોવા કારમાં દિલ્લી તરફ આવી રહ્યા હતાં. આતંકીઓના કબ્જામાંથી મોટી માત્રામાં હથિયાર પોલીસને હાથ લાગ્યા છે. તો કારમાં શંકાસ્પદ પર્દાથનો જથ્થો પણ મોટી માત્રામાં મળી આવ્યો હતો.
Haryana | Karnal Police detains four terror suspects, recovers a large cache of explosives
— ANI (@ANI) May 5, 2022
Details awaited. pic.twitter.com/4p06SH67tf
મળતી માહિતી મુજબ, હરિયાણાના કરનાલથી જિલ્લા પોલીસે 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ 31 કારતૂસ અને 3 IED મળી આવ્યા છે. આ આતંકવાદીઓ પંજાબથી દિલ્હી જઈ રહ્યા હતા. માહિતીના આધારે પોલીસે સવારે 4 વાગ્યે મધુબન નજીકથી તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા શકમંદોના નામ ગુરપ્રીત સિંહ, અમનદીપ સિંહ, પરમિંદર સિંહ અને ભૂપિંદર સિંહ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ષડયંત્ર પાકિસ્તાનથી ઘડવામાં આવ્યું છે.
કરનાલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આતંકીઓ પસાર થવાના ઈનપુટ મળ્યા હતાં. જેના આધારે કરનાલ પોલીસની ટીમ મધુબન ચોક નજીક વાહન ચેકિંગ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ઈનોવા પસાર થતા પોલીસે અટકાવી હતી અને આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. કરનાલ પોલીસે આતંકીઓની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું આતંકીઓ દિલ્લી થઈ મહારાષ્ટ્રના નાંદેડ તરફ જઈ રહ્યા હતાં. પોલીસને ત્રણ આતંકી પાસેથી IED મળી આવ્યા તો એક પિસ્તોલ અને 31 કારતૂસ પણ મળી આવી છે.
KGF 2 હવે OTT પર મચાવશે ધમાલ, આટલા અધધધ કરોડમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ
દોસ્ત સાથે બિકીનીમાં પુલમાં કરી રહી હતી આ હૉટ એક્ટ્રેસ મસ્તી, તસવીર વાયરલ થતાં જ લોકો ભડક્યા,
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો