કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં જ પીએમ મોદી દેશભરમાં લાદી દેશે લોકડાઉન ? જાણો શું કર્યો ખુલાસો
સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ત્રીજી લહેરની શરૂઆત સાથે જ મોદી સરકાર દેશભરમાં લોકડાઉન નાંખી દેશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી ગઈ છે અને થોડા સપ્તાહ બાદ ત્રીજી લહેર આવવાની સંભાવના અનેક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ત્રીજી લહેરની શરૂઆત સાથે જ મોદી સરકાર દેશભરમાં લોકડાઉન નાંખી દેશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
શું છે વાયરસ મેસેજનું સત્ય
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની સાથે જ પીએમ મોદી દેશભરમાં લોકડાઉન લગાવી દેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, આ દાવો ખોટો છે. પીએમ મોદી દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
एक #फर्जी तस्वीर में पीएम मोदी के हवाले से कोरोना की तीसरी लहर शुरु होने व लॉकडाउन लगाने का दावा किया गया है।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 30, 2021
▶️पीएम द्वारा ऐसा कोई ऐलान नहीं किया गया है।
▶️कृपया ऐसे भ्रामक संदेशों को साझा न करें।
▶️कोरोना से बचाव के लिए कोविड उपयुक्त व्यवहार अवश्य अपनाएँ। pic.twitter.com/Ls1UoibQRc
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 48,786 નવા કેસ આવ્યા હતા અને 61,588 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 1005 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 49મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 30 જૂન સુધી દેશભરમાં 33 કરોડ 57 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 57 લાખ 60 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 19 લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 4 લાખ 11 હજાર 634
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 94 લાખ 88 હજાર 918
- કુલ એક્ટિવ કેસ - 5 લાખ 23 હજાર 257
- કુલ મોત - 3 લાખ 99 હજાર 459