શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે સરકારી કર્મચારીઓને રાહત આપીને મોંઘવારી ભથ્થામાં વધારા પર પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચ્યો ? જાણો સરકારે શું કહ્યું ?
દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનના કારણે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લગાવવાનો ફેંસલો લીધો હતો.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ઘટાડાનો આદેશ પરત લઈ લઈ લેવામાં આવ્યો છે. દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનના કારણે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લગાવવાનો ફેંસલો લીધો હતો.
કેન્દ્ર સરકારના આ ફેંસલાથી 50 લાખ કર્મચારીઓ અને લાખો પેન્શનધારકો પર સીધી અસર પડી છે પરંતુ હવે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે આદેશ પરત લીધો છે. વોટ્સએપ પર આ મેસેજ વાયરલ થયો છે. આ બધી અફવાનું ખંડન પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કર્યુ છે.
પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે, આ ખબર નકલી છે. આવી કોઈ ખબર કોઈ પણ વેબસાઇટ પર પ્રસિદ્ધ નથી થઈ. પીઆઈબીએ મોંઘવારી ભથ્થામાં વધારા પર પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચ્યો હોવાનો દાવો ફેક હોવાનું જણાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement