શોધખોળ કરો
Advertisement
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યુ- પાકિસ્તાનથી આવતા મુસ્લિમોને પણ નાગરિકતા આપવામાં આવશે
રાજનાથ સિંહે સીએએના વિરોધ પાછળ કોઇ વિદેશી તાકાત હોવાની શંકા વ્યક્ત કરી હતી.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર થઇ રહેલા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે કહ્યું કે, પાકિસ્તાનથી કોઇ મુસ્લિમ આવે છે તો તેને પણ નાગરિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ માટે કાયદામાં જોગવાઇઓ છે. રાજનાથ સિંહે કહ્યું કે, સરકારે છેલ્લા પાંચ-છ વર્ષોમાં આવા 600 પાકિસ્તાનીઓને નાગરિકતા આપી છે. રાજનાથ સિંહે સીએએના વિરોધ પાછળ કોઇ વિદેશી તાકાત હોવાની શંકા વ્યક્ત કરી હતી.
જંગપુરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે અમે હિંદુ-મુસ્લિમના આધાર પર રાજનીતિ કરનારા લોકો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઇસ્લામી દેશ છે. પરંતુ ભારત હિંદુ દેશ નથી. ભારત ધર્મનિરપેક્ષ, સેક્યુલર દેશ છે. અહી કોઇનું ધાર્મિક ઉત્પીડન થઇ શકે નહીં. પાકિસ્તાનમાં બિન ઇસ્લામિક લોકો સાથે ધાર્મિક ઉત્પીડન થઇ શકે છે એટલા માટે અમે આ કાયદો બનાવવાની જરૂર પડી છે. હિંદુ, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને પારસી એ તમામનું ધાર્મિક ઉત્પીડન થયું હોય તો ભારતમાં આવી શકે છે તેઓને નાગરિકતા આપવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે, જ્યાં સુધી મુસ્લિમોનો પ્રશ્ન છે. જો કોઇ મુસ્લિમ પાકિસ્તાનથી આવવા માંગે છે, ભારતમાં રહેવા માંગે છે તો આપણા સિટિઝનશીપ એક્ટમાં આ પ્રોવિઝન છે કે તે અહીની નાગરિકતા મેળવી શકે છે. આપણા એવા 600 મુસ્લિમ ભાઇઓ જે પાકિસ્તાનથી આવ્યા છે તેઓને અમે છેલ્લા પાંચ-છ વર્ષમાં નાગરિકતા આપી છે. તેમ છતાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.Defence Minister Rajnath Singh, in Kalkaji: I want to tell the people in the opposition that if you feel that you should oppose the govt and abide by 'vipaksh dharma' then do it, but don't overlook the 'rashtra dharma'. #DelhiElections pic.twitter.com/J3VJ3VndH6
— ANI (@ANI) January 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion