શોધખોળ કરો
Advertisement
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા નાણામંત્રી સીતારમન આજે કરી શકે છે મોટી જાહેરાત
સીતારમણ આજે બપોરે 2.30 વાગ્યે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં પ્રેસ કૉન્ફ્રેન્સને સંબોધન કરશે. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઓટોમોબાઈલ, બેકિંગ, રિયલ એસ્ટેટ તથા અન્ય સેક્ટર્સ માટે પેકેજની જાહેરાત થઈ શકે છે.
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી આર્થિક મંદીને લઈ નાણામંત્રી નિર્મલા સીતારણ આજે સરકારના કેટલાક મહત્વની જાહેરાત કરી શકે છે. સીતારમણ આજે બપોરે 2.30 વાગ્યે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં પ્રેસ કૉન્ફ્રેન્સને સંબોધન કરશે. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઓટોમોબાઈલ, બેકિંગ, રિયલ એસ્ટેટ તથા અન્ય સેક્ટર્સ માટે પેકેજની જાહેરાત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે ઑટો સેક્ટરમાં આવેલી મંદી પાછળ ઓલા અને ઉબેરને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે યુવાનો ગાડી ખરીદવાની જગ્યાએ ટેક્સી સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છે. જેના કારણે ઑટો સેક્ટરમાં મંદી આવી છે.
નોંધનીય છે કે દેશની આર્થિક વૃદ્ધિ દર (જીડીપી ગ્રોથ રેટ) 2019-20ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘટનીને પાંચ ટકા થઈ ગઈ છે. મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં ઘટાડો અને કૃષિ ઉત્પાદનમાં મંદીથી જીડીપીમાં ઘટાડો આવ્યો છે. સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક કાર્યાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
ઑટોમોબાઈલ સેક્ટર સંબંધિત ગાડીના ઉત્પાદન, વેચાણ અને નિકાસ પર નજર રાખતી સંસ્થા સિયામના રિપોર્ટ પ્રમાણે તમામ પેસેન્જર વાહનોના વેચાણમાં ઓગસ્ટ મહીનામાં 31.57 ટકા ઘટડાનો નોંધાયો છે. જેમાં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ કારોના વેચાણમાં 41.09 ટકા ઘટાડો આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement