અમૃતસરમાં 35 મુસાફરોને ભૂલીને પાંચ કલાક અગાઉ વિમાને ભરી ઉડાન, એરલાઇન્સે શું કરી સ્પષ્ટતા?
દેશમાં છેલ્લા કેટલાક સમયથી એરલાઇન્સની તમામ બેદરકારી સામે આવી રહી છે
દેશમાં છેલ્લા કેટલાક સમયથી એરલાઇન્સની તમામ બેદરકારી સામે આવી રહી છે. આ અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પણ ઘણી એરલાઇન કંપનીઓ પર કાર્યવાહી કરી છે. આમ છતાં આવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરની ઘટના અમૃતસર એરપોર્ટ ખાતેનો છે. જ્યાં 35 મુસાફરોને એરપોર્ટ પર છોડીને નિર્ધારિત સમય પહેલા પ્લેન ટેકઓફ થયું હતું. જે બાદ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ આ અંગે એરલાઈન્સે સ્પષ્ટતા કરી હતી. એરલાઇન્સે કહ્યું હતું કે યાત્રીઓને મેઇલ મોકલીને સમયમાં થયેલા ફેરફારની જાણ કરવામાં આવી હતી.
વાસ્તવમાં સ્કૂટ એરલાઇન કંપનીની ફ્લાઇટ સાંજે 7:55 વાગ્યે અમૃતસરથી સિંગાપુર જવા રવાના થવાની હતી, પરંતુ ફ્લાઇટ પાંચ કલાક વહેલા 3 વાગ્યે ઉપડી હતી. જેના કારણે 35 મુસાફરો એરપોર્ટ પર જ રહ્યા હતા. જે બાદ તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. આના પર, તેમને એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફ્લાઈટના રિશેડ્યુલને લઈને તમામ મુસાફરોને ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. ઘણા મુસાફરો ઈ-મેલ વાંચીને સમયસર પહોંચી ગયા હતા. વિમાન તેમને લઈને ઉપડ્યું હતું.
નોંધનીય છે કે આ પહેલા 10 જાન્યુઆરીના રોજ ગો ફર્સ્ટની ફ્લાઈટ 50 થી વધુ મુસાફરોને લઈને ટેકઓફ થઈ હતી. જ્યારે ફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારે આ મુસાફરો રનવે પર બસમાં સવાર હતા. પરંતુ ફ્લાઇટે તેમને મુકીને ઉડાન ભરી હતી. બેંગલુરુથી દિલ્હી જઈ રહેલી GoFirst ફ્લાઈટ G8116નો આ કેસ છે. આ બેદરકારી અંગે DGCA એ GoFirst પાસે ખુલાસો માંગ્યો હતો કે તેણે બસમાં 50 જેટલા મુસાફરોને એરપોર્ટ પર જ કેમ છોડી દીધા હતા. DGCAએ આ જવાબ આપવા માટે એરલાઇન કંપનીના COOને બે અઠવાડિયાનો સમય આપ્યો છે.
DGCAની નોટિસ બાદ એરલાઇન કંપની GoFirstએ માફી માંગી હતી. GoFirst એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે બેંગ્લોરથી દિલ્હીની ફ્લાઈટના મુસાફરોને થયેલી અસુવિધા માટે અમે દિલથી ક્ષમાપ્રાર્થી છીએ. મુસાફરોને વૈકલ્પિક એરલાઇન્સ પર દિલ્હી અને અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યા હતા.
Jacinda Ardern: ન્યૂઝીલેન્ડના PM જેસિન્ડા આર્ડર્ન આપશે રાજીનામું, ભાવુક ભાષણમાં કહ્યું- આ યોગ્ય સમય છે
Jacinda Ardern Resignation Announcement: ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્નએ પાર્ટીની વાર્ષિક બેઠક દરમિયાન તેમના રાજીનામા અંગે ચોંકાવનારી જાહેરાત કરી છે. તેણીએ કહ્યું કે તે રાજીનામું આપશે. તેમની પાસે હવે આ પદ પર ચાલુ રાખવા અને પોતાની જવાબદારી નિભાવવાની શક્તિ બાકી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ જેસિકા આર્ડર્ને કહ્યું, "હવે સમય આવી ગયો છે." પીએમ આર્ડર્ને કહ્યું કે ઉનાળાની રજાઓ દરમિયાન તેણીએ વિચાર્યું કે શું દેશનું નેતૃત્વ ચાલુ રાખવા માટે તેમની પાસે ઊર્જા બાકી છે કે કેમ. જો એમ હોય, તો નિષ્કર્ષ એ છે કે વધુ ઉર્જા નથી બચી.