(Source: ECI/ABP News/ABP Majha)
Corona Virus: આપના ઘરને કોવિડના વાયરસથી મુક્ત રાખવા આ નિયમોનું કરો ચુસ્તાથી પાલન, આસપાસ નહીં ફરકે કોરોના
કોરોનાની મહામારીમાં સ્વસ્થ રહેવા માટે સ્વચ્છતા પહેલી શરત છે. જો આપ આપના ઘરને વાયરસ મુકત રાખવા ઇચ્છતા હો તો નિયમોનું ચુસ્તતાથી પાલન કરો. વાયરસ આસપાસ પણ નહીં ફરકે
Coroanvirus:દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આ સ્થિતિમાં આપના ઘરને કોરોના મુક્ત કરી રીતે રાખશો, જાણી લો.
ડબલ માસ્ક જરૂરી
કોવિડની બીજી લહેર વધુ ઘાતક અને ઝડપથી સંક્રમક હોવાથી એક્સપર્ટ દ્રારા બે માસ્ક વ્યવસ્થિતિ ચુસ્ત રીતે પહેરવાની સલાહ આપવામાં આવી છે. જો એન-95 માસ્ક હોય તો એક માસ્કથી ચાલે છે પરંતુ કોટનું માસ્ક કારગર નથી માટે કોટનના માસ્ક સાથે થ્રીલેયર માસ્ક પહેરવું વાયરસના બચાવ માટે જરૂરી છે.
બહારથી આવ્યા બાદ શું કરશો
બહારથી આવ્યાં બાદ હાથને પહેલા સેનેટાઇઝ કરો બાદ ક્યાં બેસ્યાં વિના કોઇ વસ્તુને અડક્યા વિના કોઇ સીધા જ સ્નાન કરવાનો આગ્રહ રાખો. બહારના કપડાંને વોશ કરવા આપી દો . બહારથી કોઇ વ્યક્તિ આવે તો તેને પણ હાથ સેનેટાઇઝ કરાવો અને બહારથી આવેલી વ્યક્તિ સાથે સામાજિક અંતર જાળવો અને આ સમય દરમિયાન માસ્ક પહેરવાનો આગ્રહ રાખો
વારંવાર હાથ ધોવો
કોરોના વાયરસ સપાટી પર લાંબો સમય રહે છે. કોઇપણ વસ્તુનો સ્પર્શ કર્યાં બાદ હાથને સેનેટાઇઝ કરવાનું ન ભૂલો અથવા તો સાબુથી વ્યવસ્થિત 40 સેકેન્ડ હેન્ડવોશ કરો.
બહારથી લાવેલી વસ્તુઓ ડિસઇન્ફેક્ટ કરો
બહારથી ફરીને આવેલી દરેક વસ્તુને સેનેટાઇઝ કરો. જે પણ વસ્તુઓ આપણે બજારમાંથી લાવીઓ જઇએ. તે અનેક જગ્યા અને અનેક હાથોથી ફરતી આપણા સુધી પહોચે છે. આ તમામ વસ્તુને ડિસઇન્ફેક્ટ સ્પ્રેથી ડિસઇન્ફેક્ટ કરો અને ટીસ્યૂ પેપરથી રગડીને સાફ કરો.
ફળો શાકભાજીને આ રીતે કરો સાફ
બહારથી લાવેલા શાકભાજી ફળોને પાણીમાં ડૂબાડી રાખો ત્યારબાદ હાથ વડે સારી રીતે બેથી ત્રણ વખત સાફ કરો અને ત્યારબાદ ફરી પાણીમાં ડૂબાડી બેથી ત્રણ કલાક રાખો અને તેને રૂમ ટેમરેચમાં સૂકવવા દો ત્યારબાદ 24 કલાક બાદ જ તેનો ઉપયોગ કરો.
ડોરના હેન્ડલ દરવાજાને કરો સેનેટાઇઝ
દરરોજ ઘરના દરવાજા હેન્ડલને સેનેટાઇઝ કરો,ઘરના હેન્ડલ અને દરવાજાનો સ્પર્શ બહારથી આવતા થતો રહેતો હોય છે. હાલ મહામારીના સમયમાં સ્પર્શ કર્યાં બાદ તેને તરત જ સેનેટાઇઝ કરી દેવા હિતાવહ છે.
કપડામાં પણ રહે છે વાયરસ
કપડામાં પણ વાયરસ રહે છે.બહારથી આવ્યા બાદ તરત જ બાથરૂમમાં જાવ અને સાબુ રગડીને વ્યવસ્થિત ન્હાવી લેવું. હેર વોશ કરવાનું ન ભૂલવું, બહારના કપડાં અલગ જ રાખો. બહારના કપડાંને ક્યાં મૂક્યા વિના સીધા વોશિગ મશીનમાં નોખો. સમય-સમયે ડોરના હેન્ડલ વગેરે સેનેટાઇઝ કરતાં રહો. બહારથી કોઇ વ્યક્તિ આવે તો તેના હેન્ડ સેનેટાઇઝ કરાવો અને તેમની વસ્તુઓ ડિસઇન્ફેક્ટ કરો. તે કોઇ કપડાની વસ્તુ પર બેસે તો તેને પણ વોશિંગ કરવી. આ રીતે ચુસ્ત નિયમોનુ પાલન કરશો તો ઘરમાં નહી કરે કોરોના વાયરસ પ્રવેશ.