Covid-19 Home Isolation: કોરોનાના દર્દી ઘરે રહીને કેવી રીતે કરે ઇલાજ? સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડ લાઇન કરી જાહેર
કોરોનાના વધતા કેસ વચ્ચે હોમ આઇસોલેટ દર્દી માટે સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડલાઇન રજૂ કરી છે. નવી ગાઇડલાઇન્સમાં બે ખાસ વાત જણાવવામાં આવી છે. જાણીએ શું છે નવી ગાઇડલાઇનમાં
કોરોનાના વધતા કેસ વચ્ચે હોમ આઇસોલેટ દર્દી માટે સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડલાઇન રજૂ કરી છે. નવી ગાઇડલાઇન્સમાં બે ખાસ વાત જણાવવામાં આવી છે. જાણીએ શું છે નવી ગાઇડલાઇનમાં
નવી ગાઇડલાઇનમાં સલાહ આપવામાં આવી છે કે, દર્દીએ હંમેશા ડોક્ટરના સંપર્કમાં ફોન દ્રારા રહેવું જોઇએ. જો દર્દીને પહેલાથી કોઇ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઇને તે બીમારીની દવા ચાલુ રાખવી.
ગાઇલલાઇન મુજબ તાવ, શરદી, ઉધરસ જેવા કોઇ લક્ષણ દેખાય તો કોરોનાના લક્ષણનો જ ઇલાજ શરૂ કરી દેવો જોઇએ. આ સ્થિતિમાં દિવસમાં બે વખત ગરમ પાણીના કોગળા કરવા અને બે વખત સ્ટીમ લેવી.
જો દિવસમાં ચાર વખત 650mgની પેરાસિટામોલ લીધા બાદ પણ તાવ કાબૂમાં ન આવે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. આ સ્થિતિમાં ડોક્ટર આપને નોન સ્ટેરોઇડલ, એન્ટી ફ્લેમેટરી દવા જેવી કે નેપ્રોસેન ( 250mg0 દિવસમાં 2 વખત લેવાની સલાહ આપી શકે છે. દવાની સલાહ આપી શકે છે.
જો 5થી 7 દિવસ સુધી તાવ કે કફ રહે તો બુડેસોનાઇડ ઇન્હેલેશન આપી શકાય છે. 800 એમસીજીની દવા 5થી7 દિવસ સુધી દિવસમાં બે વખત ઇન્હેલેરના માધ્યમથી લઇ શકાય છે. જો તાવ અને ઉધરસ સાત દિવસથી વધુ રહે તો ગાઇડલાઇનમાં ડોક્ટરની સલાહ લીધા બાદ ઓછા ડોઝવાળા ઓરલ સ્ટેરોઇડની સલાહ આપવામાં આવી છે.
રેમડેસિવિર દવાનો ઉપયોગ ડોક્ટરન સલાહ લીધા વિના ક્યારેય ન કરવો. ઓક્સિજન લેવલ ડાઉન થાય તો હોસ્પિટલમાં એડમિટ થઇ જવું હિતાવહ છે.
જો કોરોના પોઝિટવ બાળકને કોઇ લક્ષણ ન હોય તો તેને કોઇ પ્રકારની દવા લેવાની જરૂર નથી પરંતુ તેના પર ધ્યાન આપવું જરૂરી છે કે, આગળ જતાં લક્ષણો દેખાય છે કે નહીં.
બાળકને હળવા લક્ષણો હોય તો એન્ટીબાયોટિક્સ ન આપવાની સલાહ અપાઇ છે. જો તાવ હોય તો બાળકને 10-15mgનો ડોઝ 6 કલાક બાદ આપવાની સલાહ આપવામાં આવી છે.