શોધખોળ કરો
Advertisement
RSSમાં જાતિવાદ ન હોવાના કારણે ખુશ થયા હતા મહાત્મા ગાંધીઃ મોહન ભાગવત
સંઘના સ્વયંસેવકની શિસ્ત અને તેમાં જાતિ વિભેદનકારી ભાવનાનો અભાવ જોઇને ગાંધીજીએ ખુશી વ્યક્ત કરી હતી.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતે કહ્યું કે 1947માં મહાત્મા ગાંધી દિલ્હીમાં સંઘની એક શાખામાં આવ્યા હતા. અહીં તેમણે આ અવસર પર આરએસએસમાં જાતિભેદ ન હોવા અને સ્વયંસેવકોમાં શિસ્તના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે. સંઘના સ્વયંસેવક દરરોજ સવારે એકાત્મતા સ્તોત્રમાં મહાત્મા ગાંધીના નામનું ઉચ્ચારણ કરતા તેમના જીવનને સ્મરણ કરે છે.
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ મનાવવા વચ્ચે ભાગવતે આરએસએસની વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં કહ્યું કે,… વિભાજનના રક્તરંજિત દિવસોમાં દિલ્હીમાં પોતાના નિવાસ પાસે લાગનારી શાખામાં ગાંધીજી આવ્યા હતા. જેની રિપોર્ટ 27 સપ્ટેમ્બર 1947ના હરિજનમા છપાઇ હતી. સંઘના સ્વયંસેવકની શિસ્ત અને તેમાં જાતિ વિભેદનકારી ભાવનાનો અભાવ જોઇને ગાંધીજીએ ખુશી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી 1936માં વર્ધાની પાસે લાગેલી સંઘ શિબિરમાં પણ પધાર્યા હતા અને આગામી દિવસે સંઘના સંસ્થાપક ડો હેડગેવારે તેમની સાથે મુલાકાત કરી હતી. મહાત્મા ગાંધીજી સાથે થયેલી તેમની વાતચીત અને પ્રશ્નોતર હવે પ્રકાશિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement