Ghulam Nabi Azad: ગુલામ નબી આઝાદે નવી પાર્ટી બનાવા અંગે કરી આ મોટી જાહેરાત, એજન્ડા પણ જણાવ્યો
ગુલાબ નબી આઝાદે કહ્યું કે, મુઘલોએ 800 વર્ષ અને અંગ્રેજોએ 300 વર્ષ શાસન કર્યું, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં હજારો શાસકો અને આક્રમણકારીઓ રહ્યા છે. બધાએ જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે.
Ghulam Nabi Azad New Party: કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે આજે જમ્મુ-કાશ્મીરના બારામુલામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ આગામી 10 દિવસમાં નવી પાર્ટીની (New Political Party) જાહેરાત કરશે. છેલ્લાં ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં અનેક વિનાશક ઘટનાઓ બની છે. ભારતીય ઈતિહાસની જેમ કાશ્મીરને પણ આક્રમણકારોએ નષ્ટ કરી નાખ્યું હતું.
ગુલાબ નબી આઝાદે (Ghulam Nabi Azad) કહ્યું કે, મુઘલોએ 800 વર્ષ અને અંગ્રેજોએ 300 વર્ષ શાસન કર્યું, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં હજારો શાસકો અને આક્રમણકારીઓ રહ્યા છે. બધાએ જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે અને આઝાદી પછી તે આંતરિક રાજકારણનો શિકાર બન્યું છે.
'જમ્મુ-કાશ્મીરના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે'
તમને જણાવી દઈએ કે, ગુલામ નબી આઝાદ ત્રણ દિવસથી 300 થી વધુ પ્રતિનિધિમંડળને મળ્યા છે. શનિવારે સવારે તેઓ ડોડા પહોંચ્યા ત્યારે તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ડોડામાં તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે તેઓ જમ્મુના લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવશે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને તેની સામે અવાજ ઉઠાવવામાં આવશે.
'જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું'
શુક્રવારે કિશ્તવાડમાં રેલી દરમિયાન તેમણે પોતાની પ્રસ્તાવિત નવી પાર્ટીનો એજન્ડા બધાની સામે રાખ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે અને જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં જઈને લોકોનો અભિપ્રાય જાણી રહ્યા છે અને લોકોની સમસ્યાઓ સાંભળશે.
તેમણે કહ્યું કે જનતા સાથે ચર્ચા કર્યા પછી જ પાર્ટીનું નામ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે નવી પાર્ટીના એજન્ડાના સંદર્ભમાં પરિસ્થિતિ સ્પષ્ટ છે, જે મુજબ જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો છે અને સ્થાનિક લોકોની નોકરી અને જમીનના અધિકારોનું રક્ષણ કરવાના કામ કરવામાં આવશે.