શોધખોળ કરો

Global Leader Approval Ratings: ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગમાં PM મોદી સૌથી પસંદગીના નેતા, 76 ટકા સાથે ટોપ પર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં 21 વિશ્વ નેતાઓને પાછળ છોડીને ટોપ પર છે

PM Modi Has Top GLAR:  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં 21 વિશ્વ નેતાઓને પાછળ છોડીને ટોપ પર છે. વિશ્વના નેતાઓમાં સૌથી વધુ સારુ કામ કરનારા રાજકારણી તરીકે પીએમ મોદીને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે. તેમના પછી મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાદોર બીજા નંબરે છે જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિઝ ત્રીજા નંબરે છે. આ રેટિંગ માર્ચના છેલ્લા એક સપ્તાહના છે.

75 ટકા લોકો માને છે કે મોદી ટોચના રાજનેતા

22 થી 28 માર્ચ સુધીના ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પીએમ મોદીને વિશ્વના 76 ટકા લોકોએ શ્રેષ્ઠ રાજનેતા તરીકે અપ્રુવલ મળ્યું હતું. 100 ટકા લોકોમાંથી 5 ટકા લોકોએ તેમના વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી, જ્યારે 19 ટકા લોકોએ તેમને નાપસંદ કર્યા છે.

બીજી તરફ, મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાદોરને 61 ટકા લોકોએ એક સારા રાજકારણી તરીકે પસંદ કર્યા છે. અને 4 ટકા લોકોએ તેમના વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. તેમને 34 ટકા લોકોએ નાપસંદ કર્યા હતા. ત્રીજા નંબરે 55 ટકા લોકોએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિઝને એક સારા રાજકારણી તરીકે પ્રશંસા કરવામાં આવી છે. જ્યારે 12 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના વિશે કશું જાણતા નથી. 32 ટકા લોકોએ તેમને સારા નેતા તરીકે નકારી કાઢ્યા હતા.

મોદીએ બ્રિટન અને અમેરિકાને પાછળ છોડી દીધા

પીએમ મોદીએ એક સપ્તાહમાં પસંદગીના રાજનેતા તરીકે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જેવા જાણીતા નેતાઓને પણ પાછળ છોડી દીધા છે. આ એપ્રુવલ રેટિંગમાં યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન 41 ટકા પસંદ કરનારા લોકો સાથે છઠ્ઠા નંબર પર છે, જ્યારે જસ્ટિન ટ્રુડો 39 ટકા સાથે સાતમા નંબર પર છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 34 ટકા સાથે 10માં નંબરે છે.

માર્ચના અંતિમ સપ્તાહનું રેટિંગ

આ નવા મનપસંદ અથવા અપ્રુવલ રેટિંગ્સ 22-28 માર્ચ, 2023 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. અપ્રુવલ રેટિંગ દરેક દેશમાં પુખ્ત રહેવાસીઓની સાત દિવસની મૂવિંગ એવરેજ પર આધારિત છે. તેના સેમ્પલ સાઇઝ દેશો અનુસાર અલગ અલગ છે.

વોશિંગ્ટનની ઓનલાઈન સર્વે અને રિસર્ચ કંપની મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સે આ રેટિંગ જાહેર કર્યું છે. હાલમાં આ કંપની કોઈપણ સરકારમાં નેતાઓની લોકોમાં રાજકારણી તરીકેની છબી (મતદારો તરીકે) પર નજર રાખી રહી છે. આ સાથે તે વિશ્વના દેશોની પ્રગતિના પથ પર પણ નજર રાખી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Embed widget