દેશમાં આગામી સપ્તાહે આવી શકે છે કોરોનાનો પીક, જાણો એક્સપર્ટ્સની શું છે ચેતવણી અને સલાહ
વિદ્યાસાગરે કહ્યું, ભારતમાં મહામરીની પ્રથમ લહેરમાં સપ્ટેમ્બરના મધ્યમાં રોજ 97894 કેસ સાથે પીક પર પહોંચી હતી.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ પોતાના પીકની નજીક પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસ 3થી 5 મેની આસપાસ પીક આવી શકે છે. વૈજ્ઞાનિકોની એક ટીમે ગણિતીય મોડલની ગણતરીના આધારે સરકારને તેની જાણકારી આપી છે. કોરોનાનો આ પીક વિતેલા અંદાજથી થોડા દિવસ પહેલા આવી શકે છે કારણ કે વાયરસ ધારણા કરતાં વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સરકાર તરફથી બનાવાવમાં આવેલ વૈજ્ઞાનિકોના ગ્રુપના હેડ એમ વિદ્યાસાગરે રોયટર્સને કહ્યું કે, “અમારું માનવું છે કે આગામી સપ્તાહ સુધી દેશમાં રોજ નવા કેસ પીક પર પહોંચી જશે.” તેમણે કહ્યું કે, બે એપ્રિલે ગ્રુપે એક પ્રેઝન્ટેશનમાં સીનિયર સરકારી અધિકારીઓને કહ્યું હતું કે નવા કેસ 5થી 10 મેની વચ્ચે પીક પર પહોંચી જશો.
હાલની સ્થિતિને જોતા કરવામાં આવે તૈયારી
વિદ્યાસાગારે કહ્યું કે, “અમે પ્રેઝન્ટેશનમાં કહ્યું છે કે જુલાઈ અથવા ઓગસ્ટમાં કામ આવનાર સ્ટ્રક્ચર લગાવાવની જરૂરત નથી, કારણ કે ત્યાં સુધી લહેર પૂરી થઈ ઈ હશે. એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે આગામી ચારથી છ સપ્તાહ માટે લડાઈ કેવી રીતે લડીશું. લાંબાગાળાના સમાધાન માટે હાલમાં સમય બરબાદ ન કરો, કારણ કે સમસ્યા અત્યારે છે.”
સંક્રમિતોની સંખ્યા આંકડા કરતાં વધારે હોઈ શકે છે
વિદ્યાસાગરે કહ્યું, “ભારતમાં મહામરીની પ્રથમ લહેરમાં સપ્ટેમ્બરના મધ્યમાં રોજ 97894 કેસ સાથે પીક પર પહોંચી હતી. દેશમાં હવે દરરોજ ત્રણગણા વધારે કેસ સામે આવી રહ્યા છે અને 208000 મોત થઈ ગયા છે. કુલ કેસની સંખ્યા 1.8 કરોડે પહોંચી ગઈ છે. કેસની વાસ્તવિક સંખ્યા 50 ગણી વધારે હોઈ શકે છે. કારણ કે મોટી સંખ્યામાં સંક્રમિત થયેલ લોકોમાં કોઈ લક્ષણ જોવા નથી મળ્યા.”
ઉલ્લેખનીય છે કે આઈઆઈટી કાનપુર અને હૈદરાબાદના નિષ્ણાતોએ થોડા સમય પહેલાં અહેવાલ રજૂ કર્યો હતો એ પ્રમાણે મેના બીજા સપ્તાહમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૮થી ૪૮ લાખ સુધી થઈ જશે. એક દિવસમાં ૪.૪ લાખ કેસ નોંધાવા લાગશે.
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) કાનપુર અને હૈદરાબાદના સંશોધકોએ ગાણિતિક મોડેલના આધારે દાવો કર્યો હતો કે ૧૧થી ૧૫-મે દરમિયાન દેશમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા સૌથી વધુ હશે. એ વખતે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૮ લાખથી ૪૮ લાખ સુધી હોઈ શકે છે.