(Source: ECI/ABP News/ABP Majha)
હવે ગરીબોનું રાશન ચોરી નહીં થાય, આ રાજ્યની સરકારે ઉઠાવ્યું મોટું પગલું
ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો નાગરિકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે.
Ration Card News: ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો નાગરિકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેમની પાસે બે ટાઈમ ખાવા માટે પણ પૈસા નથી. ભારત સરકાર આવા લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSA હેઠળ ખૂબ જ ઓછા ભાવે રાશન પૂરું પાડે છે.
આ લોકોને ભારતના વિવિધ રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં આવેલી રાશનની દુકાનોમાંથી રેશન કાર્ડ પર રાશન આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત રેશન કાર્ડ પર રાશન લેનારાઓ સાથે છેતરપીંડિ થાય છે. પરંતુ હવે ભારતના આ રાજ્યમાં રેશનકાર્ડ ધારકોના રાશનની ચોરી થશે નહીં. આ માટે સરકાર એક નવો આઈડિયા લઈને આવી છે. ચાલો તમને જણાવીએ.
હરિયાણામાં રાશન વિતરણ ડેપો પર સીસીટીવી લગાવવામાં આવશે
હરિયાણામાં, લગભગ 32 લાખ પરિવારો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા ઓછા ભાવે રાશન આપવામાં આવે છે તેવુ અનેક વખત જોવા મળ્યું છે. રેશનકાર્ડ ધારકોને રાશન મળતું નથી અને તેમનું રેશનકાર્ડ ડેબિટ થઈ જાય છે. પરંતુ હવે હરિયાણામાં આવું થવું ઘણું મુશ્કેલ બની જશે.
કારણ કે હવે રાજ્યમાં રાશન વિતરણ કરતા પહેલા રાજ્ય સરકાર શહેરો અને ગામડાઓમાં જાહેરાત કરશે. જેથી તમામ રેશનકાર્ડ ધારકો રાશન લેવા આવી શકે. આ ઉપરાંત રાશન વિતરણની સમગ્ર પ્રક્રિયા ન્યાયી અને યોગ્ય રીતે થાય તે માટે રાશન વિતરણ ડેપોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પણ કરવામાં આવશે.
રેશન ડેપો સામે ફરિયાદ થશે તો લાયસન્સ રદ કરવામાં આવશે
હરિયાણાના ખાદ્ય અને પુરવઠા રાજ્ય મંત્રી રાજેશ નાગરે રાશન કાર્ડ ધારકોની સુવિધા માટે રાશન વિતરણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ રાશન વિતરણ ડેપોમાં કોઈ ગોટાળા જોવા મળે છે અથવા તેની સામે કોઈ ફરિયાદ હોય તો આવી સ્થિતિમાં રેશન ડેપોનું લાયસન્સ રદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં કુલ 46 લાખ લાભાર્થીઓ છે. જેમાંથી 2,92,000 લોકોએ અંત્યોદય અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ મેળવ્યા છે. તો 43 લાખ 33 હજાર લોકો પાસે BPL કાર્ડ છે.
Rajkot: રાજકોટમાં રાશનકાર્ડ e-kyc માં એજન્ટો દ્વારા 600 રૂપિયા ઉઘરાવી કામ થતું હોવાનો આક્ષેપ