શોધખોળ કરો

હેલિકોપ્ટર ક્રેશમાં બચેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ છે શૌર્ય ચક્ર વિજેતા, સિંહના કાકા છે કોંગ્રેસના ટોચના નેતા

આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયા છે.  ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને ગંભીર ઈજાઓ સાથે વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ તમિલનાડુમાં કુનૂર નજીક દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ રાવત ઉપરાંત તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં નિધન થઈ ગયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયા છે.  ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને ગંભીર ઈજાઓ સાથે વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આખો દેશ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચી જાય એ માટે પ્રાર્થના કરી રહ્યો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ  કોંગ્રેસના ટોચના નેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે.

ભારતીય વાયુસેનાએ આપેલી માહિતી પ્રમાણે, સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને મોત સામે જંગ ખેલી રહેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનસ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટિંગ સ્ટાફ છે.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ શૌર્ય ચક્રથી સન્માનિત વીર છે. 2020માં એક હવાઈ ઈમર્જન્સી દરમિયાન એલસીએ તેજસ ફાઈટર પ્લેનને વરુણ સિંહને બચાવ્યું હતું. આ પરાક્રમ માટે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને  શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સ્વતંત્રતા દિવસના રોજ કેપ્ટન વરુણ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વરુણ સિંહ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રુદ્રપુર તાલુકાના ખોરમા કન્હૌલી ગામના રહેવાસી છે. જો કે વેલિંગ્ટનમાં પોસ્ટિંગ હોવાના કારણે તેમનો આખો પરિવાર તામિલનાડુમાં રહે છે.

ઈન્ડિયન એરફોર્સના જણાવ્યા મુજબ, સીડીએસ રાવત બુધવારે સ્ટાફ કોર્સ ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સને સંબોધિત કરવા માટે વેલિંગ્ટન સ્થિત મિલિટરી સ્ટાફ કોલેજની મુલાકાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન બપોરે વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર તામિલનાડુના કુનૂર નજીક તૂટી પડતાં જનરલ રાવત અને તેમનાં પત્નિ સહિત 13 લોકોનાં નિધન થયાં હતાં.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ માટે પ્રાર્થના કરતાં કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં પોતાનાં પ્રિયજનોને ગુમાવનારા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરું છું. તેમની હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

CDS જનરલ બિપિન રાવતનું પાર્થિવ શરીર પાલમ એરપોર્ટ પર પહોંચી ગયું છે. તેમની સાથે 12 અન્ય લોકોના મૃતદેહ પણ પાલમ એરપોર્ટ પર પહોંચ્યા છે, જેઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જણાવી દઈએ કે હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. આ હેલિકોપ્ટરમાં એક અધિકારીનો  જીવ બચી ગયો છે, તેમની સારવાર બેંગ્લોરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget