શોધખોળ કરો
Advertisement
24 કલાકની અંદર કાશ્મીરમાં સેનાનો બીજો મોટો પ્રહાર, 9 આતંકીને કર્યા ઠાર
સેના સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા હતા, છેલ્લા 24 કલાકમાં સેનાએ બીજો મોટો પ્રહાર કર્યો હતો, અને કુલ 9 આતંકીઓને ઠાર કર્યા હતા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટુ ઓપરેશન સક્સેસ કર્યુ છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરતાં 5 આતંકીઓને ઠાર માર્યા હતા, જોકે, ઓપરેશનમાં એક જવાન પણ શહીદ થયો હતો.
સેના દ્વારા આતંકીઓને જંગલમાંથી શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતુ, પાંચમા દિવસે સેનાએ જબરદસ્ત કાર્યવાહી કરતાં રવિવારે સવારે રંગદોરી બહક વિસ્તારમાં સેના અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ થયુ હતું.
સેના સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા હતા, છેલ્લા 24 કલાકમાં સેનાએ બીજો મોટો પ્રહાર કર્યો હતો, અને કુલ 9 આતંકીઓને ઠાર કર્યા હતા.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સેના એક સંયુક્ત ઓપરેશનમાં અવાઉરા, કુમકદી, જુરહુમા, સાફાવલી, બાટપોરા, હૈહામા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સંયુક્ત અભિયાનમાં આર્મીની 41 આરઆર, 57 આરઆર, 160 ટીએ અને એસઓજી કુપવાડાની ટીમો સામેલ છે. રવિવારે સવારે જંગલમાંથી 5 મૃતદેહો મળ્યા હતા. સેનાનુ ઓપરેશન હજુ પણ ચાલુ જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement