શોધખોળ કરો
Advertisement
15,000 કિંમતની સ્કૂટીનો ટ્રાફિક પોલીસે ફટકાર્યો 23,000 રૂપિયાનો દંડ, જાણો વિગતે
દિલ્હીના રહેવાસી દિનેશ મદાન તેની સ્કૂટીથી ગુરુગ્રામ કોર્ટ જતા હતા ત્યારે તેના પર 5 ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણોસર 23,000 રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ એક વાહન ચાલકને મળેલું ચલણ ચર્ચાનો વિષય બન્યો છે. ગુરુગ્રામ પોલીસે એક વ્યક્તિને 23,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દિલ્હીના રહેવાસી દિનેશ મદાન તેની સ્કૂટીથી ગુરુગ્રામ કોર્ટ જતા હતા ત્યારે તેના પર 5 ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણોસર 23,000 રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો.
દિલ્લીની ગીતા કૉલોનીમાં રહેનારા દિનેશ મદન હરિયાણાની ગુડગાંવ કૉર્ટમાં કામ કરે છે. સોમવારનાં તેઓ પોતાના કામાર્થે પોતાની 2015 મૉડલની સ્કૂટીને લઇને નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ટ્રાફિક પોલીસનાં હાથે ચડ્યા. હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા દિનેશ પાસે જ્યારે ગાડીનું રજિસ્ટ્રેશન, લાઇસેન્સ, એર પોલ્યૂશન એનઓસી, હેલ્મેટ અને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સના દસ્તાવેજો માંગવામાં આવ્યા ત્યારે, તેની પાસે કંઇ જ નહોતુ. તેમણે કહ્યું કે તેઓ કેટલાક સમય પછી કાગળ આપશે, પરંતુ ત્યાં સુધી તેમનું 23 હજાર રૂપિયાનું ચલણ ફાડવામાં આવ્યું હતું.
હું મોટાભાગે મેટ્રોથી જ સવારી કરું છું પરંતુ ક્યારેક સ્કૂટી લઈને જાઉ છું. સ્કૂટીની માર્કેટ વેલ્યું 15-16 હજાર રૂપિયા છે અને 23,000 રૂપિયાનું દંડનું ચલણ મળ્યું છે. કોર્ટમાંથી કઈંક રાહત મળે તેવી હું કોશિશ કરીશ. હંમેશા હેલમેટ અને લાયસન્સ મારી પાસે જ હોય છે. ચલણની કોપી મેં મારા વકીલને આપી હતી. જેમણે ફોટો પાડીને ફેસબુક પર મુકી અને ત્યાંથી વાયરલ થઈ હતી. જો એક અઠવાડિયું કે 10 દિવસ ટ્રાયલ લેત અને વોર્નિંગ આપી છોડી દેત તો લોકોને શીખ પણ મળત અને મને જેવો આંચકો લાગ્યો છે તેમ ના પણ થાત તેમ જણાવ્યું હતું.
આ ચલણ મોટર વ્હીકલ એક્ટ 1988 સેક્શન (5) (E)ની વિવિધ કલમો અંતર્ગત આપવામાં આવ્યું છે. જેમાં હેલ્મેટ વગર 1 હજાર રૂપિયા, ડ્રાઇવિંગ લાઇસેંસનાં 5 હજાર રૂપિયા, ઇન્શ્યોરન્સ વગર 2 હજાર રૂપિયા, રજીસ્ટ્રેશન વગર 5 હજાર રૂપિયા અને એર પૉલ્યૂશન એનઓસી ના હોવા પર 10 હજાર રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું છે. આ રીતે કુલ 23 હજાર રૂપિયાનું ચલણ આપવામાં આવ્યું છે. કલમ 370 રદ થયા બાદ આ રાજ્ય સરકારે જમ્મુ-કાશ્મીરમાં રોકાણની કરી જાહેરાત, રિસોર્ટ અને ઈન્સ્ટિટ્યૂટ ખોલશે મોદીના મિત્ર ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ ભારત પ્રવાસ કર્યો રદ, જાણો શું છે કારણ કોહલીને કાયમ ફળ્યું છે વેસ્ટ ઈન્ડિઝ, આ રહ્યા આંકડા, જાણો વિગતDinesh Madan: Value of my scooty is around 15,000.I even got a copy of RC on WhatsApp from home but by then he had printed.The amount could have been less if he had waited for a while. I want that fine should be relaxed. From now on I will always carry my documents. https://t.co/dJo5BeIcGD
— ANI (@ANI) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement