Heavy Rain Alert: આજે આ રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
હિમાલયના પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે, દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે. દેશના અડધાથી વધુ ભાગમાં વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે.

Heavy Rain Alert: હિમાલયના પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે, દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે. દેશના અડધાથી વધુ ભાગમાં વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ સહિત ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર, પૂર્વ, ઉત્તરપૂર્વ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 મેના રોજ દિલ્હી અને યુપી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 મે સુધી બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સમય દરમિયાન વીજળી પડવાની અને ભારે પવન ફૂંકવાની શક્યતા છે.
દેશના ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદનો સમયગાળો
5 મેના રોજ, મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની શક્યતા છે. 5 અને 6 મેના રોજ વિદર્ભ, 5 મેના રોજ છત્તીસગઢ, ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે ઘણા રાજ્યોમાં 9 મે સુધી વરસાદ ચાલુ રહી શકે છે.
હવામાનમાં અચાનક પલટો
IMD આગાહી કરે છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં 7 મે સુધી હવામાન આવું જ રહેશે. જ્યારે મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી 4 થી 5 દિવસમાં તોફાન, ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. 5થી 8 મે દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 મે સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે પવન પણ ફૂંકાશે.
50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે આસામ અને મેઘાલય, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકવાની શક્યતા છે.





















