શોધખોળ કરો
Advertisement
દિલ્હીના કયા-કયા ભાગોમાં વરસાદ પડ્યો, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. બુધવાર વહેલી સવારે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ચંદીગઢમાં વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી.
દિલ્હી: રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. બુધવાર વહેલી સવારે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ચંદીગઢમાં વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગ પ્રમામે ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક પછી એક ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની અસર દેખાડી રહ્યું છે. જેના કારણે મેદાની વિસ્તારની સાથો સાથ પહાડી વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે બદલાઇ ગયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી રાજસ્થાનથી લઈ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વાદળોની અવર-જવર વધી ગઈ છે. હવામાન વિભાગ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પૂર્વ ઈરાન અને પાકિસ્તાનના રસ્તે ઉત્તર પશ્ચિમી ભારતમાં પ્રવેશ કરી રહ્યું છે. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાઈ રહ્યું છે.
દિલ્હી, એનસીઆરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. પરંતુ વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણા, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં ગરમ પવનનો પ્રકોપ હજુ પણ જોવા મળશે. રાજસ્થાનના કેટલાંક વિસ્તારમાં ધૂળ ભરેલી આંધી ચાલતા લોકોને કેટલાંય પ્રકારની મુશ્કેલી પડી શકે છે.
બીજીબાજુ પશ્ચિમ બંગાળિ, સિક્કિમ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ અને અસમના કેટલાંક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની અસર જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં કેટલીક જગ્યાએ ઓલાવૃષ્ટિ થઈ શકે છે. આ સ્થિતિ અહીં 17મી મે સુધી રહેવાની આશંકા છે.
જમ્મુ-કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડા સાથે વરસાદ પડવાની આશંકા છે. આવનારા બે-ત્રણ દિવસમાં પણ પૂર્વ અને પશ્ચિમી રાજસ્થાનમાં મોટાભાગના વિસ્તારોમાં ધૂળના વાવાઝોડાની સાથે વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
બિઝનેસ
Advertisement