શોધખોળ કરો
Advertisement
કેરલ હાઇકોર્ટે લોકડાઉન દરમિયાન દારૂ આપવાના રાજ્યસરકારના નિર્ણય પર લગાવી રોક
કેરલ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે જે હેઠળ સરકારે દારૂ પીનારા લોકોને વિશેષ પાસ આપ્યા હતા
નવી દિલ્હીઃ કેરલ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે જે હેઠળ સરકારે દારૂ પીનારા એ લોકોને વિશેષ પાસ આપ્યા હતા જેમની પાસે આબકારી વિભાગ પાસેથી દારૂ ખરીદવા માટે ડોક્ટરની રિસિપ્ટ છે. હાઇકોર્ટે આગામી ત્રણ સપ્તાહ સુધી આ રોક લગાવી છે. વાસ્તવમાં કેરલ સરકારે લોકડાઉન દરમિયાન દારૂ પીનારા લોકોની ખરાબ હાલતને જોતા ડોક્ટરી સલાહ પર દારૂ આપવા માટે વિશેષ પાસ આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી આવા લોકો આબકારી વિભાગની મદદથી દારૂ લઇ શકે.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું હતુ કે, લોકડ઼ાઉનના કારણે રાજ્યમાં દારૂની દુકાનો બંધ હોવાના કારણે દારૂ ન મળવાથી હતાશ થઇને આત્મહત્યા જેવી સમસ્યાઓ જોવા મળી છે. રાજ્ય સરકાર આ સમસ્યાઓને ઉકેલવા આ નિર્ણય લઇ રહી છે. જેને નશો ન મળવાના કારણે શારિરીક અને માનસિક સમસ્યા થાય છે તેમને નિયંત્રિત અને નિર્ધારિત રીતે દારૂ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement