શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં ઓગસ્ટમાં 1976 બાદ સૌથી વધુ વરસાદ, તૂટ્યો 44 વર્ષનો રેકોર્ડ
ગત મહિને જૂલાઈ દરમિયાન સરેરાશ કરતા આશરે 10 ટકા ઓછો વરસાદ થયો હતો, જ્યારે ઓગસ્ટમાં 44 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.
નવી દિલ્હી: ગત મહિને જૂલાઈ દરમિયાન સરેરાશ કરતા આશરે 10 ટકા ઓછો વરસાદ થયો હતો, જ્યારે ઓગસ્ટમાં 44 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઓગસ્ટમાં સરેરાશ 25 ટકા વધારે વરસાદ થયો છે, જે મહીના દરમિયાન 1976 બાદ સૌથી વધારે વરસાદનો રેકોર્ડ છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, આગામી મહીને સપ્ટેમ્બરમાં વરસાદની ગતી ધીમી પડી શકે છે.
ઓગસ્ટ મહીનામાં જોરદાર વરસાદ થયો
આઈએમડીના મહાનિર્દેશનક ડૉ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું, ચોમાસાના સંબંધમાં અત્યાર સુધીમાં લગાવવામાં આવેલું અનુમાન સાચુ સાબિત થયું છે. ઓગસ્ટ મહીનામાં જોરદાર વરસાદ પડ્યો છે. આગામી મહીને સપ્ટેમ્બરમાં વરસાદની ગતી ધીમી પડી શકે છે, પરંતુ જે વિસ્તારમાં અત્યાર સુધીમાં ઓછો વરસાદ થયો છે ત્યાં વરસાદ વરસી શકે છે.
એક ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી દેશભરમાં 296.2 મીલીમીટર વરસાદ
આઈએમડીના રિપોર્ટ અનુસાર, એક ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી દેશભરમાં 296.2 મીલીમીટર વરસાદ વરસ્યો છે, જ્યારે મહીના દરમિયાન સરેરાશ 237.2 મિલીમીટર થાય છે. આ પ્રકારને દેશભરમાં ઓગસ્ટમાં 25 ટકા વધુ વરસાદ થયો છે. આ પહેલા 1976માં સરેરાશ 28.4 ટકા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 1901થી લઈને 2020 દરમિયાન ભારતમાં સૌથી વધુ વરસાદ 1926માં થયો હતો, ત્યારે સરેરાશ 33 ટકા વધારે વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ મધ્ય ભારતમાં થયો
આઈએમડીના આંકડા અનુસાર, ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ મધ્ય ભારતમાં નોંધાયો છે. જે સરેરાશ 57 ટકા વધારે છે. પૂર્વ અને ઉત્તર ભારતમાં સરેરાશ 18 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશ એક ટકા વધુ જ્યારે દક્ષિણ ભારતમાં સરેરાશ 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion