શોધખોળ કરો

મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે

WHOએ એમપોક્સને ગ્લોબલ હેલ્થ પબ્લિક ઇમરજન્સી જાહેર કરી છે. WHOની આ જાહેરાત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ઇન્ફેક્શનના વધવાના કારણે કરવામાં આવી છે.

'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન' અનુસાર એમપોક્સને વર્લ્ડ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં આ બીજી વખત છે કે WHOએ એમપોક્સને ગ્લોબલ હેલ્થ પબ્લિક ઇમરજન્સી જાહેર કરી છે. WHOની આ જાહેરાત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ઇન્ફેક્શનના વધવાના કારણે કરવામાં આવી છે. એમપોક્સનો વાયરસ હવે કોંગોના પડોશી દેશોમાં ફેલાઈ ગયો છે. એમપોક્સ તે જ ઇન્ફેક્શન છે જે મંકીપોક્સના નામથી જાણીતું છે.

એમપોક્સને હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યું

જણાવી દઈએ કે WHOએ 2 વર્ષ પહેલાં જ્યારે એમપોક્સને હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યું હતું ત્યારે આ બીમારી આખી દુનિયામાં ફેલાવા લાગી હતી. આ બીમારીની અસર સૌથી વધુ તે લોકો પર જોવા મળી હતી જે વ્યક્તિ જાતીય સંબંધિત કોઈ ને કોઈ બીમારીથી ગ્રસ્ત છે. WHOએ બીમારીને રોકવા માટે લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું. સાથે જ સુરક્ષિત જાતીય સંબંધો અને મોટા સ્તરે લોકોને રસી આપવામાં આવી.

હાલમાં એમપોક્સનો સૌથી વધુ પ્રકોપ કોંગોમાં જોવા મળી રહ્યો છે. આફ્રિકામાં આ બીમારી ભયાનક રૂપ લઈ રહી છે. લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. કોંગોમાં વર્ષ 2023માં અત્યાર સુધીમાં 27 હજાર કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 1100 દર્દીઓનાં મોત થઈ ગયાં હતાં. એમપોક્સની ગ્રિફ્તમાં આવનારા મોટાભાગે બાળકો છે. એમપોક્સથી સૌથી વધુ પ્રભાવિત ગર્ભવતી મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો છે. ખાસ કરીને જે લોકોને જાતીય સંબંધિત બીમારી છે તેમને પણ આ બીમારી જલ્દી થાય છે. કોંગોમાં એમપોક્સના બે સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યા છે.

મંકીપોક્સનો સામનો કરવા માટે ઉપાયો શોધવામાં આવી રહ્યા છે

દેશ આ પ્રકારના અલગ અલગ પ્રવાસ સંબંધિત કેસથી નિપટવા માટે પૂરી રીતે તૈયાર છે અને કોઈપણ સંભવિત જોખમને વ્યવસ્થાપિત કરવા અને ઘટાડવા માટે કડક ઉપાયો કરવામાં આવ્યા છે. જેના માટે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને જરૂરી માર્ગદર્શિકાઓ જારી કરી છે. સાથે જ રાજ્યોને કોરોના વાયરસની ચુનૌતી વચ્ચે એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

જાણો કેવી રીતે ફેલાય છે મંકીપોક્સ?

છેલ્લા દિવસોમાં થયેલી આરોગ્ય મંત્રાલયની બેઠકમાં એ વાત સામે આવી હતી કે મંકીપોક્સનું સામાન્યતઃ 2-4 સપ્તાહનું સંક્રમણ હોય છે અને દર્દીઓ સામાન્ય રીતે સહાયક સંબંધિત વ્યવસ્થાપનથી સાજા થઈ જાય છે. સંક્રમિત વ્યક્તિ સાથે લાંબા સમય સુધી નજીકના સંપર્કથી અને સામાન્ય રીતે જાતીય સંબંધ, શરીર, ઘા ના પ્રવાહી સાથે સીધા સંપર્કથી અથવા સંક્રમિત વ્યક્તિના દૂષિત કપડાં, ચાદરનો ઉપયોગ કરવાથી થાય છે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ પણ વાંચોઃ

રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
Embed widget