(Source: ECI/ABP News/ABP Majha)
Transfer Voter ID Card: લગ્ન પછી નવા એડ્રેસ પર આ રીતે ટ્રાન્સફર કરો ચૂંટણી કાર્ડ, ખૂબ સરળ છે પ્રક્રિયા
Transfer Voter ID Card: ખાસ કરીને એવા લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે જેમને લગ્ન પછી પોતાનું નવું એડ્રેસ અપડેટ કરવું પડે છે
Transfer Voter ID Card: મતદાર આઈડી કાર્ડ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે ફરજિયાત દસ્તાવેજ છે. તે મતદાન માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે અપડેટ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. ખાસ કરીને એવા લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે જેમને લગ્ન પછી પોતાનું નવું એડ્રેસ અપડેટ કરવું પડે છે.આ લેખમાં અમે વોટર આઈડી કાર્ડને ઓનલાઈન નવા સરનામે ટ્રાન્સફર કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવા જઈ રહ્યા છીએ.
આ દસ્તાવેજોની જરૂર પડશે
ભારતના ચૂંટણી પંચે નવા સરનામે ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડી છે. આ માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે.
-યુટિલિટી બિલ (પાણી, ગેસ, વીજળી)ની તારીખ છેલ્લા એક વર્ષની અંદર હોવી જોઈએ.
-આધાર કાર્ડ
-રાષ્ટ્રીયકૃત અથવા અનુસૂચિત બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી વર્તમાન પાસબુક
-ભારતીય પાસપોર્ટ
- મહેસૂલ વિભાગના જમીન માલિકીના રેકોર્ડ
-રજિસ્ટર્ડ લીઝ અથવા રેન્ટ ડીડ
-નોંધાયેલ વેચાણ ખત
-રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ પર નોંધાયેલ ખાતું હોવું આવશ્યક છે
આ સ્ટેપને ફોલો કરો
સ્ટેપ 1: સૌ પ્રથમ National Voter Service Portal (NVSP)ની વેબસાઈટ પર જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર 'Shifting of residence' જોવા મળશે જેમાં તમે ફોર્મ-8 પર ટેપ કરવાનું રહેશે અને તેને ભરવું પડશે.
સ્ટેપ 3: હવે 'Self' પર ક્લિક કરો અને EPIC નંબર દાખલ કરો અને સબમિટ કરો.
સ્ટેપ 4: અહીં તમારે તમારી મતદાર વિગતોની સમીક્ષા કરવી પડશે અને પછી ‘Shifting of Residence’ પર ક્લિક કરો.
સ્ટેપ 5: કેટલીક મહત્વપૂર્ણ વિગતો ફોર્મ 8 માં ભરવાની રહેશે. જેમાં રાજ્ય, જિલ્લા, વિધાનસભા, આધાર નંબર, મોબાઈલ નંબર, ઈમેઈલ અને નવું સરનામું, સરનામાનો પુરાવો દસ્તાવેજ, માહિતી જાહેર કરો, કેપ્ચા કોડ દાખલ કરો. સમીક્ષા માટે આગળ વધો અને સબમિટ કરો.
સ્ટેપ 6: ફોર્મ 8 ભર્યા પછી અરજી સંદર્ભ નંબર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ પર મોકલવામાં આવશે.
સ્ટેપ 7: થોડા દિવસો પછી તમે NVSP પોર્ટલ પરથી ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકશો.