શોધખોળ કરો

ફોર વ્હીલર્સ માટે આજથી અમલી બન્યો આ નવો નિયમ, નહીં પાળો તો તોતિંગ રકમ ભરવાની રાખજો તૈયારી

ઓનલાઈન અને ઓફલાઈન એમ બંન્ને રીતે ફાસ્ટેગ ખરીદી શકાય છે. દેશમાં હાલના સમયે બે કરોડ 54 લાખથી વધારે ફાસ્ટેગ યુઝર છે. દેશના કુલ ટોલ કલેક્શનમાં ફાસ્ટેગની 80 ટકા ભાગીદારી છે.

નવી દિલ્હીઃ ફોર વ્હીલ ચાલકો માટે મોટા સમાચાર છે. આજથી દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લગાવવો ફરજિયાત કરી દેવાયું છે. જો વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો ડ્રાઈવર કે માલિકને ટોલ પ્લાઝા પરથી પસાર થવા માટે ડબલ ટેક્સ અથવા તો દંડ ભરવો પડશે.  ઓનલાઈન અને ઓફલાઈન એમ બંન્ને રીતે ફાસ્ટેગ ખરીદી શકાય છે. દેશમાં હાલના સમયે બે કરોડ 54 લાખથી વધારે ફાસ્ટેગ યુઝર છે. દેશના કુલ ટોલ કલેક્શનમાં ફાસ્ટેગની 80 ટકા ભાગીદારી છે. ફાસ્ટેગથી દરરોજ લગભગ 89 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. NHAIએ સમગ્ર ટોલ પ્લાઝા પર 100 ટકા કેશલેશ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નેશલન પેમેંટ કોર્પોરેશન ઓફ ઈંડિયાએ ફાસ્ટેગની કિંમત 100 રૂપિયા નક્કી કરી છે. આ ઉપરાંત 200 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડે છે. જો કે બેંકના દર અલગ અલગ હોઈ શકે છે. ઘણી બેંક તેમની ભાગીદારી વધારવા માટે સમયસર ફ્રિ અથવા સામાન્ય કિંમતમાં ફાસ્ટેગ ઓફર કરે છે શું છે FASTag FASTag ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે. જેમાંથી ટોલ ટેક્સની આપમેળે ચૂકવણી થઈ જાય છે. જેને વાહનની વિંડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. FASTagની મદદથી તમારે ટોલ ટેક્સ પર વાહનને વધારે સમય સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. જેવું વાહન ટોલ પ્લાઝા પાર કરશે કે તરત વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાં આવેલા FASTagથી લિંક્ડ બેંક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ કપાઈ જશે. કેવી રીતે કરે છે કામ FASTag રેડિયો ફ્રિકવન્સ આઈડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર કામ કરે છે. FASTagની કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી. જ્યાં સુધી તે ટોલ પ્લાઝા પર રીડેબલ હોય છે ત્યાં સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ છેડછાડ પણ કરી શકાતી નથી. 22 સર્ટિફાઇડ બેંકો, એમેઝોન તથા પેટીએમ જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ તેનું વેચાણ કરી રહી છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget