Independence Day 2024: UCC પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાને કહ્યું- 'દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોય'
વડા પ્રધાન મોદીએ કહ્યું, "આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ વિશે વારંવાર ચર્ચા કરી છે
સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ કહ્યું, "આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ વિશે વારંવાર ચર્ચા કરી છે. આપણા દેશનો એક વર્ગ માને છે અને તેમાં સત્ય છે કે આપણે જે સિવિલ કોડ દ્વારા જીવી રહ્યા છીએ તે ખરેખર એક પ્રકારનો છે કમ્યુનલ સિવિલ કોડ છે. ભેદભાવપૂર્ણ સિવિલ કોડ છે. એટલા માટે હવે દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોવો જોઇએ
#WATCH | PM Narendra Modi says, "Supreme Court has held discussions regarding Uniform Civil Code again and again, it has given orders several times. A large section of the country believes - and it is true, that the Civil Code that we are living with is actually a Communal Civil… pic.twitter.com/0JZc6EpbVn
— ANI (@ANI) August 15, 2024
કેટલાક લોકો દેશની પ્રગતિ જોઈ શકતા નથી: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ પણ નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "અમે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ, પરંતુ એ પણ સાચું છે કે કેટલાક લોકો એવા છે જે પ્રગતિ જોઈ શકતા નથી. કેટલાક લોકો ભારતનું સારું વિચારી શકતા નથી. દેશને આવા નિરાશાવાદી તત્વોને સમજવાની જરૂર છે
PM મોદીએ મહિલાઓની સુરક્ષા પર શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'મહિલાઓ વિરુદ્ધ રાક્ષસી કૃત્ય કરનારાઓને વહેલી તકે સજા મળવી જોઈએ.' જોકે, તેમણે તેમના ભાષણમાં ક્યાંય પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી.
ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે
પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે. મારી પ્રતિષ્ઠા રાષ્ટ્રની પ્રતિષ્ઠાથી મોટી નથી. મારું સપનું રાષ્ટ્રના સપનાથી મોટું નથી. હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે તમે મને જે જવાબદારી સોંપી છે, હું ત્રીજી ટર્મમાં ત્રણ ગણી વધુ તાકાત અને ત્રણ ગણી વધુ ઉર્જા સાથે કામ કરીશ.
સેક્યુલર સિવિલ કોડ એ સમયની જરૂરિયાત છે
પીએમ મોદીએ કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે વારંવાર કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ હોય. બંધારણની પણ આ જ ભાવના છે. જે કાયદાઓ સમાજને વિભાજિત કરે છે, આવા કાયદાનો કોઈ અર્થ નથી. હવે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોવો એ સમયની જરૂરિયાત છે. પરિવારવાદ અને જ્ઞાતિવાદથી દેશને ઘણું નુકસાન થઈ રહ્યું છે.
પીએમએ કહ્યું કે તેનું મિશન એવા એક લાખ આશાસ્પદ યુવાનોને રાજકારણમાં લાવવાનું છે જેમના પરિવાર કે સંબંધીઓ ક્યારેય રાજકારણમાં નથી આવ્યા. આવા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ જેથી આપણે ભત્રીજાવાદ, જાતિવાદથી આઝાદી મેળવીએ અને લોકશાહી સમૃદ્ધ બને. આપણે આ દિશામાં આગળ વધવાનું છે.