Haryana: ભારતની સૌથી અમીર મહિલાએ અપક્ષ લડીને જીતી ચૂંટણી, જાણો કોણ છે સાવિત્રી જિંદલ
આ દરમિયાન રાજ્યની હિસાર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સાવિત્રી જિંદલની જીત થઈ છે. ચૂંટણી પંચે આ માહિતી આપી છે.
Who is Savitri Jindal: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ તમામ લોકોને વિચારતા કરી દિધા છે. એક્ઝિટ પોલના અનુમાનો ખોટા પડ્યા અને ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં પરત આવ્યું છે. આ દરમિયાન રાજ્યની હિસાર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સાવિત્રી જિંદલની જીત થઈ છે. ચૂંટણી પંચે આ માહિતી આપી છે.
કોણ છે સાવિત્રી જિંદલ
કુરુક્ષેત્રના બીજેપી સાંસદ નવીન જિંદલના માતા સાવિત્રી જિંદલે તેમના નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર રામ નિવાસ રાણાને 18,941 મતોના માર્જિનથી હરાવ્યા હતા. સાવિત્રી જિંદલને 49,231 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 30,290 વોટ મળ્યા.
જાણો દેશની સૌથી અમીર મહિલા વિશે
આ વર્ષે, ફોર્બ્સ ઇન્ડિયાએ સાવિત્રી જિંદલને દેશના સૌથી ધનિક મહિલા તરીકે જાહેર કર્યા છે, જેમની કુલ સંપત્તિ 29.1 બિલિયન યુએસ ડોલર છે. હરિયાણાની 90 બેઠકો પર 5 ઓક્ટોબરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. જેમાં સાવિત્રી જિંદલ હિસાર બેઠક પરથી અપક્ષ તરીકે જીત્યા હતા.
સાવિત્રી જિંદલને ભાજપ તરફથી ટિકિટ ન મળી
સાવિત્રી જિંદલે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ટિકિટ ન મળતાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. તેણીએ તે સમયે કહ્યું હતું કે તે હિસારની જનતાની માંગ પર ચૂંટણી લડી રહી છે અને જો ચૂંટાશે તો તે સદનમાં મજબૂતીથી અવાજ ઉઠાવશે. હરિયાણાના પૂર્વ મંત્રી જિંદાલે કહ્યું હતું કે 'હિસારના લોકો મારો પરિવાર છે અને તેઓ ઇચ્છતા હતા કે હું ચૂંટણી લડું.'
કુરુક્ષેત્રના બીજેપી સાંસદ નવીન જિંદાલની માતા સાવિત્રી જિંદલે વરિષ્ઠ શાસક પક્ષના નેતા કમલ ગુપ્તા સામે ચૂંટણી લડી હતી. ગુપ્તા હિસારથી ફરીથી ચૂંટાવા માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. તેમના સિવાય આ બેઠક પરથી વધુ 19 ઉમેદવારો મેદાનમાં હતા.
હરિયાણાની જીત પર મુખ્યમંત્રી સૈનીએ શું કહ્યું ?
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મંગળવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની નીતિઓ પર જનતાએ તેમની મહોર લગાવી દીધી છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે મતદારોનો આભાર પણ માન્યો હતો. સૈનીએ કહ્યું, 'હું આનો સંપૂર્ણ શ્રેય મોદીજીને આપું છું. તેમના આશીર્વાદથી, તેમના માર્ગદર્શન હેઠળ, હરિયાણાના લોકોએ સરકારની નીતિઓને મંજૂરી આપી છે. સૈનીએ વડા પ્રધાન મોદીને તેમના નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતૃત્વ અને પાર્ટી કાર્યકર્તાઓનો વિજય માટે તેમની સખત મહેનત માટે આભાર માન્યો હતો.