India-China Faceoff: આખરે ચીનને કેમ આંખના કણાની મફક ખુંચી રહી છે ભારતની આ યેંકી પોસ્ટ?
સૂત્રોના જણાવ્યા અનુસાર યાંગત્સે વિસ્તાર એ તવાંગ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલો છે, જે અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીન વચ્ચે મુખ્ય ફ્લેશ-પોઈન્ટ છે.
India China Border Clash: અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણનું મુખ્ય કારણ યાન્કી પોસ્ટ હોવાનું સામે આવ્યું છે. લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈ પર ભારતીય સેનાની આ બોર્ડર પોસ્ટ ચીનની પીએલએ આર્મીને આંખમાં કણાની જેમ ખુંચી રહી છે. અહીં ભારતીય સૈનિકોને ખદેડવા 300 જેટલા ચીની સૈનિકો આ પોસ્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમને ભારતીય સેનાએ પીછો કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર યાંગત્સે વિસ્તાર એ તવાંગ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલો છે, જે અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીન વચ્ચે મુખ્ય ફ્લેશ-પોઈન્ટ છે.
ભારત-ચીન વચ્ચે યુદ્ધનું મુખ્ય કારણ?
9 ડિસેમ્બરે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે 300-400 ચીની સૈનિકોએ યાંગત્સેની યાન્કી ચોકી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે આ પોસ્ટ પર ભારતીય સેનાના લગભગ 50 જ સૈનિકો હાજર હતા. ચીની સૈનિકો કાંટાળા સળિયા વાળી લાકડીઓ અને ધોકાથી સજ્જ હતા. કેટલાક સૈનિકોએ હાથમાં જંકી-ફિસ્ટ પહેરી રાખી હતી પરંતુ ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો જોરદાર મુકાબલો કર્યો હતો અને સવાર સુધી તેમને ત્યાં જ રોકી રાખ્યા હતાં. આ દરમિયાન થોડા જ સમયમાં નજીક જ આવેલી ભારતીય ચોકીઓ પરથી ભારતીય સૈન્યદળોના જવાવો આવી પહોંચ્યા હતાં. ત્યાર બાદ ભારતીય સૈનિકોએ ભેગા મળીને ચીની સૈનિકોને ત્યાંથી ભગાડી મુક્યા હતાં અને જ્યાં સુધી શાંત નહોતા રહ્યાં જ્યાં સુધી ચીની સૈનિકો તેમની સરહદમાં ના પહોંચ્યા ગયા.
યાન્કી શિખર ચીનની આંખનો ઘા બની ગયું
યાંગત્સેનું યાન્કી શિખર લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈ પર છે. ભારતીય સેના આ શિખર પર 'પ્રભુત્વ' ધરાવે છે. આ કારણે ભારતીય સેના એલએસીની બીજી તરફ ચીનની દરેક કાર્યવાહી પર ચાંપતી નજર રાખે છે. યાંગત્સેની બીજી તરફ ચીનનું સરહદી ગામ છે જે અહીંથી સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત આ વર્ષે જુલાઈ મહિનામાં ચીને યાંગત્સેની એકદમ નજીકના આ સરહદી ગામથી એક નવો રસ્તો બનાવ્યો હતો તે પણ અહીંથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
ચીની સૈનિકોનું કાવતરું નિષ્ફળ
ચીનના સૈનિકો આ રસ્તેથી યાંગત્સેમાં ઘુંસવાનો પ્રયાસ કરતા જ ભારતીય સૈનિકોને આ વાતની ખબર પડી ગઈ હતી. આ જ કારણે 9 ડિસેમ્બરના રોજ ચીની સૈનિકો રાતના અંધકારનો ફાયદો ઉઠાવવા રાત્રે 2 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ભારતીય સૈનિકોની સતર્કતાને કારણે ચીની સૈનિકોનું કાવતરું સફળ થઈ શક્યું ન હતું.
વર્ષ 2021માં પણ ઘૂસણખોરીનો થયો હતો પ્રયાસ
અગાઉ સપ્ટેમ્બર 2021માં પણ ચીની સેનાએ અહીં આવી જ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો અને કેટલાક PLA સૈનિકોને બંધક બનાવ્યા હતા. જોકે ફ્લેગ મીટિંગ બાદ તમામ ચીની સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ વર્ષે 9 ડિસેમ્બરની ઘટના બાદ ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં પણ કહેવામાં આવ્યું હતું કે, 2006થી તવાંગ સેક્ટરમાં બંને દેશોની સેનાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
આ દરમિયાન ભારત અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો આ વર્ષે 9 ડિસેમ્બરના રોજ થયેલી અથડામણનો છે. પરંતુ ભારતીય સેનાના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે આ એક જૂનો વીડિયો છે કારણ કે આ વીડિયોમાં હરિયાળી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જ્યારે હાલ શિયાળો હોવાથી યાંગત્સેની ચોકીઓ બરફથી ઢંકાયેલી છે.