India Corona Csses: દેશમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે સતત બીજા દિવસે 800થી વધુ મોત થતાં ફફડાટ, જાણો આજનો આંકડો
India Covid-19 Update: દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે.
India Corona Cases Today ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે આઠસોથી વધારે લોકોના મોત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,52,784 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,84,937 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.50 ટકા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 29 જાન્યુઆરીએ 16,15,993 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 18,84,937
- કુલ ડિસ્ચાર્જઃ 3,87,13,494
- કુલ મૃત્યુઆંકઃ 4,94,091
- કુલ રસીકરણઃ 165,70,60,692 (જેમાંથી ગઈકાલે 62,22,682 ડોઝ આપવામાં આવ્યા હતા.)
WHO ના અધિકારીનું મોટું નિવેદન, કોરોના ક્યાંય ગયો નથી, ગાફલતમાં ન રહેતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વરિષ્ઠ અધિકારી પૂનમ ખેત્રપાલે શનિવારે કહ્યું, અનેક રાજ્યો તથા શહેરોમાં કોવિડ-19નના મામલના ઘટવા છતાં સંક્રમણનો ખતરો છે. તેમણે કહ્યું- સંક્રમણને ઘટાડવા માટે યોગ્ય નિયમોના પાલન પર ધ્યાન આપવું જોઈએ. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં કોરોનાના મામલામાં સ્થિરતા તો ક્યાંક ઘટાડો જોવા મલળી રહ્યો છે. જોકે સ્થિતિનું ઉંડાણથી મૂલ્યાંકન કરવાની જરૂર છે.
India reports 2,34,281 new #COVID19 cases, 893 deaths and 3,52,784 recoveries in the last 24 hours
— ANI (@ANI) January 30, 2022
Active case: 18,84,937(4.59%)
Daily positivity rate: 14.50%
Total Vaccination : 1,65,70,60,692 pic.twitter.com/wVB1BpLeOW
ડબલ્યુએચઓ અધિકારી પૂનમ ખેત્રપાલે કહ્યું, કોવિડ-19નું વધારે જોખમ છે અને કોઈપણ દેશ તેમાંથી બહાર નીકળી શક્યો નથી. કોરોના વાયરસ હજુ પણ હાજર છે. તેથી આપણ સતર્ક રહેવાની જરૂર છે. આપણું ધ્યાન સંક્રમણને ઓછું કરવા પર હોવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, આ બીમારી ક્યાંય નથી જઈઈ રહી. આપણે વાયરસની વચ્ચે જ છીએ તે ન ભૂલવું જોઈએ. મહામારી ઓછી થવાનો મતલબ એવો નથી કે વાયરસ ચિંતાનું કારણ નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહ્યું, ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન શ્વસન તંત્રની કોશિકાને સંક્રમિત કરે છે. ડેલ્ટા વેરિઅન્ટ સીધો જ ફેફસાને સંક્રમિત કરતો હતો, જ્યારે ઓમિક્રોનમાં આમ નથી થતું તેથી મૃત્યુદર ઓછો છે. જે દેશોમાં આ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીની સંખ્યા વધી ગઈ છે, જેનાથી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર અસર પડી રહી છે.