શોધખોળ કરો
Advertisement
કોરોના અપડેટ: છેલ્લા 4 દિવસમાં બીજી વખત 30 હજારથી ઓછા નવા કેસ, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 98 લાખની નજીક
છેલ્લા 24 કલાકમાં 37,528 દર્દીઓ સાજા થયા છે. કોરોના કેસ મામલે દુનિયામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ કેસ ભારતમાં છે. જ્યારે મૃત્યુ મામલે દુનિયામાં આઠમાં નંબરે છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 98 લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 12 દિવસમાં સતત 40 હજારથી ઓછા અને ચાર દિવસમાં બીજી વખત 30 હજારથી ઓછો કોરોનાના કેસ નોધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,398 નવા કેસ નોંધાયા છે. જ્યારે 414 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
છેલ્લા 24 કલાકમાં 37,528 દર્દીઓ સાજા થયા છે. કોરોના કેસ મામલે દુનિયામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ કેસ ભારતમાં છે. જ્યારે મૃત્યુ મામલે દુનિયામાં આઠમાં નંબરે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ 97 લાખ 96 હજાર 769 થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 42 હજાર 186 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 63 હજાર થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 92 હજાર લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
ICMR અનુસાર, 10 ડિસેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 15 કરોડ 17 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 લાખ સેમ્પલ ગઈકાલે કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે, જ્યારે રિકવરી રેટ 94.74 ટકા છે. એક્ટિવ કેસ 4 ટકાથી પણ ઓછા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion