શોધખોળ કરો
Advertisement
ભારતમાં છેલ્લા 7 દિવસથી સતત 1000થી વધારે મોત, છેલ્લા 24 કલાકમાં 75 હજાર નવા કેસ
રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ કોરોનાના કેસ વિશ્વમાં સૌથી વધારે ઝડપથી ભારતમાં જ વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 75,809 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1133 લોકોના મોત થયા છે. દેશમાં બે સપ્ટેમ્બરથી સતત દરરોજ એક હજારથી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 43 લાખની નજીક પહોંચી ગઈ છે. બ્રાઝીલને પછાડીને ભારત વિશ્વનો બીજો સૌતી વધારે કોરોના સંક્રમિત દેશ બની ગોય છે. વિશ્વમાં હાલમાં કોરોનાને સૌથી વધારે કેસ અમેરિકામાં છે. પરંતુ દરરોજ અમેરિકા કરતાં બે-ત્રણ ગણા કેસ ભારતમાં આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં અત્યાર્ કુલ કોરોના કંસની સંખ્યા 42.80 લાખ થઈ ગઈ છે. તેમાંથી 72,775 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 8.83 લાખ છે જ્યારે 33.23 લાખ લોકો રિકવર થઈ ગયા છે.
5 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ
ICMR અનુસાર 7 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 6 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 લાખ સેમ્પલ ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા કેસ 18 વર્ષથી 44 વર્ષની વચ્ચેના લોકોના છે પરંતુ કોરોના વાયરસથી થનારા 51 ટકા મોત 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોના થયા છે.
મૃત્યુદરમાં ઘટાડો
રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.69 ટકા થયો છે. ઉપરાં એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તે દર પણ ઘટીને 21 ટકા થયો છે. તેની સાથે જ રિકવરી રેટ એટલે કે ઠીક થનારાઓનો દર 77 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion