શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાને લઇને કઇ વાત પર આવ્યા રાહતના સમાચાર, જાણો વિગતે
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકાડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા કોરોના કેસો નોંધાયા છે, અને 690 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા દિવસોમાં 73,979 દર્દીઓઓ પણ ઠીક થઇ ગયા છે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ હવે તેમાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. એક્ટિવ કેસનો સંખ્યા ઘટી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકાડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા કોરોના કેસો નોંધાયા છે, અને 690 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા દિવસોમાં 73,979 દર્દીઓઓ પણ ઠીક થઇ ગયા છે.
વળી દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 77 લાખ 61 હજાર સુધી પહોંચી ગઇ છે. આમાંથી એક લાખ 17 હજાર 306 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. વળી રિક્વરી કેસોની સંખ્યા 69 લાખ 49 હજાર સુધી પહોંચી ગઇ છે, અને એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 6 લાખ 95 હજારને પાર પહોંચી ગઇ છે.
એક્ટિવ કેસની સરખામણીમાં 9 ગણી વધુ રિક્વરી
સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિક્વરી થયેલા લોકોની સંખ્યા 9 ગણા વધુ છે. મહારાષ્ટ્ર, કર્ણાટકા, કેરાલા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમા કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિક્વરી રેટની ટકાવારી સૌથી વધુ છે. ICMR અનુસાર, 22 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 10 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 14 લાખ સેમ્પલની ટેસ્ટિંગ કાલ કરવામાં આવી, પૉઝિટિવીટી રેટ ચાર ટકાથી ઓછો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement