(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Updates: 6 દિવસ બાદ કોરોનાના 30 હજારથી ઓછા કેસ નોંધાયા, 40 ટકા કેસ માત્ર કેરળમાં
24 કલાકમાં 44,157 લોકો કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે, 19474 એક્ટિવ કેસ ઓછા થયા હતા.
India Coronavirus Updates: ભારતમાં કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે. છ દિવસ પછી 30 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 25,072 નવા કોરોના કેસ આવ્યા અને 389 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉ 16 ઓગસ્ટના રોજ 25,166 કેસ હતા. બીજી બાજુ 24 કલાકમાં 44,157 લોકો કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે, 19474 એક્ટિવ કેસ ઓછા થયા હતા.
રવિવારે કેરળમાં કોરોના વાયરસના 10,402 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. એટલે કે 40 ટકા કેસ માત્ર કેરળમાં છે. અગાઉના દિવસે, 66 ચેપગ્રસ્ત લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી, રાજ્યમાં કુલ કેસ 38 લાખ 14 હજાર 305 પર પહોંચી ગયા છે. મલપ્પુરમમાં સૌથી વધુ 1,577 નવા કેસ છે. આ પછી કોઝીકોડમાં 1376 અને પલક્કડમાં 1133 દર્દીઓ મળી આવ્યા હતા.
કોરોનાના કુલ કેસ
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 24 લાખ 49 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 34 હજાર 756 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 16 લાખ 80 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 33 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 24 લાખ 49 હજાર 306
કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 16 લાખ 80 હજાર 626
કુલ એક્ટિવ કેસ - ત્રણ લાખ 33 હજાર 924
કુલ મૃત્યુ - ચાર લાખ 34 હજાર 756
કુલ રસીકરણ - 58 કરોડ 25 લાખ 49 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા
58 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 22 ઓગસ્ટ સુધી દેશભરમાં કોરોનાની રસીના 58 કરોડ 25 લાખ 49 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 7.95 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર અત્યાર સુધીમાં 50 કરોડ 75 લાખ 51 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે લગભગ 12.95 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.57 ટકા છે. એક્ટિવ કેસ 1.09 ટકા છે. કોરોના એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં 10 મા સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા પછી બ્રાઝિલમાં ભારતમાં સૌથી વધુ મોત થયા છે.