India Corona Cases: કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોત કોરોના સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં કોરોનાએ લીધો 6 લોકોનો ભોગ
India Covid update: દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3919 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 44481893 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને કુલ 5,33,402 લોકોના મોત થયા છે.
India Corona Cases Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 475 કેસ નોંધાયા હતા અને 6 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પણ કોરોના સંક્રમિત થયા છે. તેઓ તેમના રહેઠાણે ક્વોરન્ટાઈન થયા છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. તેના તમામ કાર્યક્રમો અને એપોઇન્ટમેન્ટ વગેરે આગળની સૂચના સુધી રદ કરવામાં આવ્યા હતા.
દેશમાં કેટલા છે એક્ટિવ કેસ
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3919 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 44481893 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને કુલ 5,33,402 લોકોના મોત થયા છે.
24 કલાકમાં કયા રાજ્યમાં કેટલા મોત
- કર્ણાટકમાં 3
- છત્તીસગઢમાં 2
- આસામમાં 1
સૌથી વધુ JN.1 કેસ સાથે કર્ણાટક દેશમાં બીજું રાજ્ય
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના સબ-વેરિઅન્ટ JN.1ના કેસમાં મહારાષ્ટ્ર પછી કર્ણાટક બીજું રાજ્ય છે, જ્યાં અત્યાર સુધીમાં 199 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 250, કેરળમાંથી 148, ગોવામાં 49, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાંથી 30-30, તમિલનાડુ અને તેલંગાણામાંથી 26-26, દિલ્હીમાં 21, ઓડિશામાંથી 3 કેસ નોંધાયા છે. જ્યારે હરિયાણામાં 1 કેસ નોંધાયો છે. દેશના 12 રાજ્યોમાં કોરોના વાયરસના સબ-વેરિઅન્ટ JN.1ના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. સોમવાર (8 જાન્યુઆરી) સુધીમાં, કોવિડ-19ના JN.1 સબ-વેરિયન્ટના કુલ 819 કેસ નોંધાયા છે.
બીજી તરફ, કોરોનાના ઝડપી પ્રસારને ધ્યાનમાં રાખીને, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ JN.1 ને અલગ 'વેરિઅન્ટ ઑફ ઈન્ટરેસ્ટ' (VOI) સ્વરૂપ તરીકે વર્ગીકૃત કર્યું છે અને કહ્યું છે કે તે 'ઓછા' જોખમી છે. WHO એ અગાઉ કોરોના વાયરસના JN.1 પેટા વેરિઅન્ટને BA.2.86 સબ-વેરિઅન્ટ હેઠળ 'VOI' તરીકે વર્ગીકૃત કર્યું હતું.
Karnataka Governor Thaawarchand Gehlot tests positive for COVID-19. He is quarantined at his residence. pic.twitter.com/2FalDMk7Ub
— ANI (@ANI) January 9, 2024