કોરોનાની આવશે વધુ એક રસી, જાણો બધી વેક્સિનથી કઇ રીતે છે અલગ, કોણે કરી જાહેરાત?
કોરોનાથી દેશને મુક્ત કરવા Pan-Corona shot પર થઇ રહ્યું છે કામ, જાણો શું છે પાન કોરોના શૉટ
નવી દિલ્લી: કોરોનાના જુદા જુદા વેરિયન્ટ સમય સાથે સામે આવી રહ્યાં છે. નવા વેરિયન્ટ આવતા એ ચિંતા સતાવે છે કે, કોરોના વેક્સિન નવા વેરિયન્ટ સામે લડવા માટે કારગર છે કે નહીં? આ સમસ્યાને દૂર કરવા માટે જ Pan-Corona shot કામ થઇ રહ્યું છે.
કોરોનાના જુદા જુદા વેરિયન્ટ સમય સાથે સામે આવી રહ્યાં છે. નવા વેરિયન્ટ આવતા એ ચિંતા સતાવે છે કે, કોરોના વેક્સિન નવા વેરિયન્ટ સામે લડવા માટે કારગર છે કે નહીં? આ સમસ્યાને દૂર કરવા માટે જ Pan-Corona shot કામ થઇ રહ્યું છે. તો આ Pan-Corona shot શું છે અને તેના પર શું કામ થઇ રહ્યું છે. Pan-Corona shot કોરોનાની લડતમાં કેવી રીતે ગેઇમ ચેન્જર સાબિત થઇ શકે છે. જાણીએ..
ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના ડાયરેક્ટર રેણુ સ્વરૂપે ANIને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “આપણે ભવિષ્યમાં કોરોના જેવા અન્ય વાયરસ અને કોરોનાના જુદા જુદા વેરિયન્ટ સામે લડત આપતી વેક્સિન પર કામ કરી રહ્યાં છીએ. કોરોનાની મહામારી સામે સફળ લડત આપવા માટે હાલ દુનિયાને એક એવા વેકિસનની જરૂર છે. જે કોવિડના બદલાત વેરિયન્ટ સામે પણ રક્ષણ આપી શકે, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના વૈજ્ઞાનિકો એવી જ વેક્સિન Pan-Corona shot પર કામ કરી રહ્યું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના ડાયરેક્ટર રેણુ સ્વરૂપે જણાવ્યું કે, WHO સાથે ફેબ્રુઆરી 2020માં મળેલી બેઠકમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ આ મુદ્દે એક રોડમેપ તૈયાર કર્યો હતો અને તેને WHO સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી પહેલી એવી સંસ્થા છે, જે . Pan-Corona shot પર કામ કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના ડાયરેક્ટર રેણુ સ્વરૂપે ના જણાવ્યાં મુજબ Pan-Corona shotનું થોડા સમયમાં ફેઝ-2 અને ફેઝ-3નું ટ્રાયલ શરૂ થશે.