શોધખોળ કરો
Advertisement
ભારત-ચીન સરહદ પર મોટી હલચલ, IAFએ ફોરવર્ડ એરબેઝ પર ફાઇટર પ્લેન કર્યા તૈનાત
ફોરવર્ડ એરબેઝ પર તૈનાત એક સ્ક્વોડ્રન લીડરે કહ્યું કે, અહીં હાજર તમામ એર વોરિયર્સ સંપૂર્ણપણે તૈયાર છે. તમામ એર વોરિયર્સ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત અને તમામ પડકારોનો સામનો કરવા સક્ષમ છે.
નવી દિલ્હી: ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતીય વાયુસેના સંપૂર્ણ રીતે તૈયાર છે. ફોરવર્ડ એર બેઝ પર ફાઈટર પ્લેન તૈનાત કરી દીધાં છે. એલએસી પર મિગ-29 UPG અને અપાચે હેલિકોપ્ટરને લેન્ડ કરવામાં આવ્યા છે. દુશ્મનની તમામ હરકત પર ભારતીય વાયુસેનાની નજર છે.
ફોરવર્ડ એરબેઝ પર તૈનાત એક સ્ક્વોડ્રન લીડરે કહ્યું કે, અહીં હાજર તમામ એર વોરિયર્સ સંપૂર્ણપણે તૈયાર છે. તેઓએ કહ્યું કે, “આ બેઝ પર અને વાયુસેનામાં તમામ એર વોરિયર્સ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત અને તમામ પડકારોનો સામનો કરવા સક્ષમ છે. અમારો જોશ હંમેશા ઊંચો રહે છે અને આકાશને ગૌરવથી આંબે છે.”
વાયુ સેનાના એક વિંગ કમાન્ડરે કહ્યું કે, કોઈ પણ પડકાર સામે લડવા માટે અમારી પાસે તમામ પ્રકારના સંસાધન ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, ભારતીય એરફોર્સ તમામ પ્રકારના ઓપરેશન ટાસ્ક અને સૈન્ય અભિયાનો માટે અપેક્ષિત સહાયતા પ્રદાન કરવા માટે તૈયાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement