શોધખોળ કરો

ટ્રેનમાં કેટલી દારૂની બોટલ લઈ જઈ શકાય છે? જાણો કઈ વસ્તુઓ પર કેટલી મર્યાદા છે

Indian Railway Rules For Liquor: ટ્રેન મુસાફરી દરમિયાન દારૂ સાથે રાખીને લઈ જઈ શકાય છે. શું તેના માટે કોઈ નિયમો છે? તો ચાલો આ બધા પ્રશ્નોના જવાબો વિશે તમને જણાવીએ.

Indian Railway Rules For Liquor: ભારતમાં કરોડો લોકો દારૂ પીવે છે. આંકડાઓ અનુસાર ભારતનો એક નાગરિક સરેરાશ વર્ષમાં 4.9 લીટર દારૂ પીવે છે. દારૂને લઈને ભારતમાં કાયદા ઘણા કડક છે. જેમ કે તમે દારૂ પીને ડ્રાઈવ નથી કરી શકતા. દારૂ પીને તમે ઓફિસ નથી જઈ શકતા.

ઘણા લોકોના મનમાં દારૂને લઈને આ પ્રશ્ન પણ આવે છે. શું તમે મુસાફરી દરમિયાન દારૂ લઈને જઈ શકો છો? શું ટ્રેન મુસાફરી દરમિયાન દારૂ સાથે લઈ જવા માટે નિયમો છે? નિયમ તોડવા પર કેટલી સજા થઈ શકે છે? તો ચાલો આ બધા પ્રશ્નોના જવાબો વિશે તમને જણાવીએ.

ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય છે?

ટ્રેન એક જાહેર મુસાફરીનું માધ્યમ છે. જેમાં ઘણા બધા લોકો એક સાથે મુસાફરી કરે છે. એટલા માટે મુસાફરો માટે રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. જેથી અન્ય મુસાફરોને અસુવિધા ન થાય. રેલવેના નિયમો મુજબ ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય છે. ભારતીય રેલવે એક્ટ 1989 હેઠળ તમે ટ્રેનમાં દારૂ લઈ જઈ શકો છો.

પરંતુ માત્ર એ રાજ્યોમાં જ્યાં તેની મંજૂરી હોય. જેમ કે ડ્રાય સ્ટેટ જેમાં ગુજરાત, નાગાલેન્ડ, બિહાર અને લક્ષદ્વીપ જેવા રાજ્યો સામેલ છે. અહીં તમે દારૂ નથી લઈ જઈ શકતા. કારણ કે આ રાજ્યોમાં મુસાફરી દરમિયાન જો તમારી પાસેથી દારૂ મળે છે, તો તમારે દંડ ભરવો પડી શકે છે અને તમારે જેલમાં પણ જવું પડી શકે છે.

કેટલો દારૂ લઈ જઈ શકાય છે?

જેમ કે અમે તમને જણાવ્યું કે ભારતીય રેલવેના નિયમો મુજબ તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારી સાથે દારૂની બોટલ લઈ જઈ શકો છો. તેની ક્ષમતા કે મર્યાદાની વાત કરીએ તો તમે માત્ર બે લીટર દારૂ જ સાથે લઈ જઈ શકો છો. અને એટલું જ નહીં, જે 2 લીટર દારૂની બોટલો તમે સાથે લઈ જઈ રહ્યા છો, તે બધી સીલ પેક હોવી જરૂરી છે. તમે ટ્રેનમાં ખુલ્લી બોટલો સાથે નથી લઈ જઈ શકતા.

કેટલી સજા થઈ શકે છે?

જો કોઈ વ્યક્તિ નક્કી કરેલી માત્રાથી વધારે દારૂ લઈને ટ્રેનમાં મુસાફરી કરતો મળે છે, તો રેલવે અધિનિયમ હેઠળ તે વ્યક્તિને સજા આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પ્લેટફોર્મ પર દારૂ પીતો પકડાય છે, અથવા ખુલ્લામાં દારૂની બોટલ લઈ જતો પકડાય છે, તો આવા વ્યક્તિને રેલવે અધિનિયમ હેઠળ 6 મહિનાની જેલ અને ₹500 સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચોઃ

ચિરાગ પાસવાનનો ભાજપથી મોહભંગ! LJP રામવિલાસના 3 સાંસદ BJP માં જશે? 5 પોઈન્ટમાં જાણો કેમ ઉઠ્યા સવાલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણAmbaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાંSurat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
Embed widget