(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીય રેલવેના મુસાફરો માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે આ સેવા, લાખો લોકોને થશે ફાયદો
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત 80 ટકા ટ્રેનોમાં જ ફરીથી શરૂ કરવામાં આવી હતી.
Indian Railway Food Service Resume, IRCTC: ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. 14 ફેબ્રુઆરીથી IRCTC તમામ ટ્રેનોમાં કેટરિંગ સુવિધા ફરીથી શરૂ થવા જઇ રહી છે. અત્યાર સુધી ટ્રેનોમાં રાંધેલા ભોજનની આ સુવિધા ફક્ત 80 ટકા ટ્રેનોમાં જ ફરીથી શરૂ કરવામાં આવી હતી.
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) ભારતીય રેલ્વેના મુસાફરોને પ્રીમિયમ સેવાઓ આપવામાં મોખરે છે. IRCTC પ્રવાસી મુસાફરોની જરૂરિયાતો અને રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 લોકડાઉન પ્રતિબંધોને હળવી કરવા સાથે ટ્રેનોમાં ગરમા ગરમ ભોજનની સેવાઓ ફરી શરૂ કરવા માટે તૈયાર છે.
રેલ્વે બોર્ડ તરફથી મળેલી માર્ગદર્શિકા અનુસાર, ગરમા ગરમ ભોજન ફરીથી આપવાની શરૂઆત મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતીઓ સાથે કરવામાં આવી છે. લગભગ 428 ટ્રેનોમાં રાંધેલા ભોજનના રૂપમાં આવી સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.
કોરોનાના કેસ ઘટતા 21 ડિસેમ્બરથી જ રાંધેલા ખોરાકની સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી. લગભગ 30% અને 22 જાન્યુઆરી સુધીમાં '80 ટકા અને અન્ય 20 ટકા ટ્રેનોમાં રાંધેલા ભોજનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. 14 ફેબ્રુઆરી 2022 સુધી ફરીથી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં રાંધેલું ભોજન 21 ડિસેમ્બરથી ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.
23 માર્ચ 2020 ના રોજ કોરોના વાયરસ રોગચાળાને કારણે સલામતીના પગલાંને ધ્યાનમાં રાખીને કેટરિંગ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. દેશમાં કોવિડના કેસમાં ઘટાડો થતા ઓગસ્ટ, 2020થી ટ્રેનોમાં ફૂડ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. તમામ યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ સુવિધાને મુસાફરો સુધી સરળતાથી પહોંચાડવામાં આવી રહી છે.
Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો
કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો, ના રાખશો બેદરકારી, જાણો વિગતે