શોધખોળ કરો

મુંબઈમાં બની રહી છે દેશની સૌથી મોટી કોરોના હોસ્પિટલ, માત્ર 15 દિવસમાં જ થઈ જશે તૈયાર

આ હોસ્પિટલ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં એક ખાલી પડેલા મેદાનમાં બનાવવામાં આવી રહી છે.

મુંબઈઃ માયાનગરી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં ભારતની સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલ લગભગ બની જવા આવી છે. આ હોસ્પિટલમાં 1008 બેડ હશે અને તેને બનાવવામાં આશરે 20 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ હોસ્પિટલનું નિર્માણ કર્યુ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારનો વિકાસ કરવાની જવાબદારી આ ઓથોરિટીની છે. આ હોસ્પિટલ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં એક ખાલી પડેલા મેદાનમાં બનાવવામાં આવી રહી છે. મુંબઈના મેટ્રોપોલિટન કમિશ્નર આર.એ.રાજીવે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, હોસ્પિટલમાં જેમની હાલત વધારે ગંભીર નહીં હોય તેવા કોરોના દર્દીને રાખવામાં આવશે. હોસ્પિટલમાં એક રિસેપ્સન એરિયા હશે, જ્યાં નવા આવનારા દર્દીની તપાસ થશે. 500 બેડ જે દર્દીને ઓક્સીજનની જરૂર નહીં હોય તેમના માટે હશે અને બાકીના બેડ ઓક્સીજનનની જરૂરિયાતવાળા દર્દી માટે હશે. હોસ્પિટલમાં દર્દીનો ટેસ્ટ કરવા માટે લેબ પણ હશે. આ ઉપરાંત મેડિકલ સ્ટાફના રહેવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અનેક ચેન્જ રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં સ્વાસ્થ્ય કર્મીઓ પીપીઈ કિટ પહેરી શકે છે. હોસ્પિટલમાં જમવાની સુવિધા માટે નજીકની રેસ્ટોરન્ટનું કિચન લેવામાં આવ્યું છે. જે ઝડપથી હોસ્પિટલ બની રહી છે તે કોઈ રેકોર્ડ ઓછી નથી. કમિશ્નર રાજીવના જણાવ્યા મુજબ, સરકાર પાસેથી આદેશ મળ્યા બાદ 2 મેથી યુદ્ધના ધોરણે હોસ્પિટલનું કામ શરૂ થયું છે અને 15 કે 16 મે ના રોજ તૈયાર કરીને સરકારને સોંપી દેવામાં આવશે. કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા હોવાના કારણે સરકારે હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ હોસ્પિટલ સવા લાખ વર્ગ ફૂટ ક્ષેત્રફળમાં બનાવવામાં આવી છે. કમિશ્નર રાજીવ મુજબ જરૂર પડશે તો આ પ્રકાની વધુ એક હોસ્પિટલ બાજુના ખાલી પડેલા મેદાનમાં પણ બનાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

Embed widget