IRCTC લાવ્યુ સપરિવાર વૈષ્ણોદેવી ફરવાની શાનદાર ઓફર, રહેવા-ખાવા અને કેબની સુવિધા મળશે ફ્રીમાં....
આ ટૂર પેકેજ અંતર્ગત તમે માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi Tample)ની સાથે આસપાસના મંદિરોના દર્શન કરી શકો છો.
IRCTC Tour Package: ઇન્ડિયન રેલવે એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશને એક શાનદાર પેકેજ (IRCTC Tour Pakage) શરૂઆત કરી છે. આ પેકેજમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છો. આ ઉપરાંત બીજી કેટલીય સુવિધાઓનો લાભ રેલવે તરફથી ફ્રી (Railway Free Service)માં આપવામાં આવી રહી રહ્યો છે. આ ટૂર પેકેજ અંતર્ગત તમે માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi Tample)ની સાથે આસપાસના મંદિરોના દર્શન કરી શકો છો.
માત્ર 8 હજાર રૂપિયા થશે ખર્ચ -
જો તમે આઇઆરટીસીના આ ટૂર પેકેજને સિલેક્ટ કરો છો, તો તમારો ખર્ચ કમ સે કમ 8000 રૂપિયા જ આવશે. આ પેકેજ અંતર્ગત આપવામાં આવેલી સુવિધાઓ ઉપરાંત કેટલીક બીજી સુવિધાઓનો પણ ઉપયોગ કરો છો, તો તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ પેકેજમાં ભારતીય રેલવે (Indian Railways) તરફથી તમને રહવા-ખાવાની સુવિધા, કેબની સુવિધા અને હૉટલમાં રોકાવવાની વ્યવસ્થા આપવામા આવશે.
દર અઠવાડિયે કરી શકો છો સફર -
IRCTCના ટૂર પેકેજમાં તમે ગુરુવારે સફર કરી શકો છો, આઇઆરટીસી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, તમે માતા વૈષ્ણોદેવી અને કટરા ફરી શકો છો. તમારી ટિકીટ થર્ડ એસીમાં બુક કરવામાં આવશે. IRCTCએ ટ્વીટ કરીને આ પેકેજની પુરેપુરી જાણકારી આપી છે. IRCTC એ પોતાના ટ્વીટમાં બતાવ્યુ છે કે, હવે તમે 8300 રૂપિયામાં વૈષ્ણોદેવીની યાત્રા કરી શકો છો.
ક્યાંથી યાત્રી કરી શકે છે સફર -
આ ટ્રેનનુ બૉર્ડિંગ વારાણસી રાખવામાં આવ્યુ છે, અને તમે જો વચ્ચે ક્યાંકથી ટ્રેન પકડો છો, તો ડીબૉર્ડિંગ પૉઇન્ટ જૌનપુર, સુલ્તાનપુર, અને લખનઉ રાખવામાં આવ્યુ છે. આઇઆરટીસીએ આ પેકેજનુ નામ Mata Vaishno Devi Devi Ex Varanasi રાખ્યુ છે. યાત્રીઓને 12237/12238 નંબરની ટ્રેનમાં સફર કરવી પડશે.
કોના માટે કેટલી છે ટિકીટ -
આ પેકેજમાં યાત્રીઓને 2 બ્રેકફાસ્ટ અને 2 ડિનર આપવામાં આવશે. જો કોઇ આ પેકેજ અંતર્ગત ટિકીટ બુક કરાવવા માંગે છે, તો સિંગલ વ્યક્તિ માટે 14270 રૂપિયા આપવા પડશે. વળી, બે લોકો એકસાથે બુકિંગ કરાવે છે તો 9285 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ આપવો પડશે. ત્રણ લોકો એકસાથે સફર કરવાના મામલામાં 8375 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ આપવો પડશે. વળી, 5 થી 11 વર્ષ સુધીના બાળકો માટે 7275 રૂપિયા અને વિના બેડના 6780 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.