શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી વિરોધી અભિયાનમાં આ વર્ષે અત્યાર સુધી સુરક્ષા દળોએ 110થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે.
નવી દિલ્હી: જમ્મુ કાશમીરના કુલગામના આરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. બન્ને તરફથી ગોળીબારી ચાલુ છે. ગામમાં બેથી ત્રણ આતંકવાદી છૂપાયા હોવાની સૂચના મળતા સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સુરક્ષાદળે શનિવારે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાંથી મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટક પદાર્થ જપ્ત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, એક અભિયાન દરમિયાન રાજોરી જિલ્લામાં સુરક્ષા દળોએ આજે આતંકવાદીના એક ઠેકાણાનો પર્દાફાશ કર્યો, જ્યાંથી મોટી સંખ્યામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી વિરોધી અભિયાનમાં આ વર્ષે અત્યાર સુધી સુરક્ષા દળોએ 110થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement